(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૮
શહેરના વરાછા વિસ્તારમાં કોંગ્રેસ અને ભાજપને મત માંગવા ન આવવાના બેનરો લાગતા સમગ્ર બાબત ચર્ચાનો વિષય બન્યો છે.
વરાછા વિસ્તારમાં આવેલા ખાડીઓમાં ગંદકીને સાફ કરવાની માંગ સાથે બેનર લગાવવામાં આવ્યા છે. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના વરાછા વિસ્તારમાં સમ્રાટથી અશોકવાટિકાની ખાડી, શ્રીજીની ખાડી, મહાવીર સર્કલ પાસેની ખાડી, કિરણ પાર્કવાળી ખાડી, હસ્તિનાપુરવાળી ખાડી, સત્યનારાયણવાળી ખાડી, અંજનીવાળી ખાડીમાં ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું હોવાથી લોકોમાં રોષ ફેલાયો છે. જેના કારણે ખાડીઓની આસપાસના વિસ્તારમાં બેનરો લગાવવામાં આવ્યા છે. જેમાં લખવામાં આવ્યું છે કે, ભાજપ કે કોંગ્રેસ ખાડી બાંધી ગંદકી દૂર કરો નહીં તો વોટ નહીં, વારંવાર ખોટા લોલીપોપ આપવાનું બંધ કરો ને કામ કરો. સોસાયટીઓ દ્વારા આવા બેનરો લગાવી પાર્ટીઓને સ્પષ્ટ પણે બતાવવામાં આવે છે મત માંગવા આવવા નહીં.!!