જાકાર્તા,તા.૨૨
આજે જાન્યુઆરીના રોજ ઇન્ડોનેશિયાના ઈસ્ટ નુસા તેગારા વિસ્તારમાં ૬.૨ની તીવ્રતાથી ભૂકંપના આંચકા અનુભવ્યા છે. મૌસમ વિભાગના જણાવ્યા અનુસાર આ ભૂકંપ બાદ ત્સુનામી આવાની કે, નુકશાન થવાની શક્યતા નથહ.હવામાન વિભાગ અને ભૂસ્તરશાસ્ત્ર એજન્સી અધિકારી આજીજ સુગિયારસોએ આ અંગે કહ્યું કે, ભૂકંપનું કેન્દ્ર બારત જિલ્લાના દક્ષિણ-પશ્ચિમમાં ૧૦૩ કિલોમીટર દૂર સમુદ્રમાં ૧૦ કિલોમિટર નીચે હતું. આ ભૂકંપ આવવાની સંભાવના નહોતી, તેથી તેની જાણ કરવામા આવી નહોતી. વધુંમાં જણાવ્યુ હતું કે, આ ભૂકંપથી કોઈપણ પ્રકારના નુકસાની સંભાવના જોવા મળી નથી. આ ભુકંપના ૯ મીનીટ બાદ ફરી સવારમાં ૫.૨ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો.