(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૧
મોહરમના દિવસે દુર્ગા પ્રતિમા વિસર્જન પર પ્રતિબંધના પોતાની સરકારના નિર્ણયને રદ કરનાર હાઈકોર્ટના ચુકાદા પર ઉગ્ર પ્રતિક્રિયા વ્યક્ત કરતાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ કહ્યું કે કોઈક વ્યક્તિ મારૂ ગળુ કાપી શકે પણ મારે શું કરવું તે કોઈ કહી ન શકે. તેમણે કહ્યું કે રાજ્યમાં શાંતિ જાળવવા માટે મારે જે કરવું પડે તે હું કરીશ. મોહરમ પછી દૂર્ગા પ્રતિમા વિસર્જન કરાવવાના પશ્ચિમ બંગાળ સરકારના આદેશને કોલકત્તા હાઈકોર્ટે રદ કરી નાખ્યો છે.
૧૦ મુદ્દાઓ
૧. કોર્ટે આ કેસમાં ચુકાદો સંભળાવતા પહેલા ગુરુવારે કહ્યું કે સરકાર લોકોની આસ્થામાં માથું મારી શકતી નથી. કોઈ પણ જાતના આધાર વગર તાકાતનો ઉપયોગ કરવો ખોટો છે.
૨. કોર્ટે કહ્યું કે સરકારની પાસે અધિકાર છે પરંતુ અસીમિત અધિકાર નથી. સૌથી છેલ્લો વિકલ્પનો નિર્ણય પાછળથી કરવાનો હોય છે.રાકેશ તિવારી અને હરીશ ટંડનની આગેવાની વાળી એક બેન્ચે રાજ્ય સરકારને દુર્ગા વિસર્જન અને મોહરમના તાજિયા માટે અલગ અલગ રૂટો નક્કી કરવાનો અને બન્ને સાથે-સાથે ન થાય તેની ખાતરી રાખવાનો આદેશ આપ્યો.
૩. કોર્ટે કહ્યું કે દુર્ગા વિસર્જન ૩૦ સપ્ટેબરે અને મોહરમના તાજિયા ૧ ઓક્ટોબરના રોજ થાય તેવી ગોઠવણી કરવામાં આવે. બેન્ચે આગળ કહ્યું કે જો તંગદીલીના કોઈ સંકેતો મળે તો તેવા કિસ્સામાં પોલીસે કાયદો અને વ્યવસ્થાની ગોઠવણી રાખવા પગલાં ભરવા પડશે.
૪. કોર્ટે ડીજીપી, પોલીસ કમિશનર અને પોલીસ વડાઓને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર ચાંપતી નજર રાખવાનો આદેશ આપ્યો. કોર્ટે રાજ્ય સરકારને કહ્યું કે રાજ્યના સૌથી મોટા તહેવાર દરમિયાન કોઈ પણ જાતનો અનિશ્ચિનીય બનાવ ન બને તે માટે પર્યાપ્ત આયોજન કરવામાં આવે.
૫. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્યની મમતા સરકારે ૩૦ સપ્ટેબરના રોજ વિજયાદશમીના અવસરે દુર્ગા વિસર્જનની મંજૂરી આપવાનો નિર્ણય કર્યો હતો. રાજ્ય સરકારના આદેશાનુસાર, મોહરમના તાજિયાને ધ્યાનમાં રાખીને ૧ ઓક્ટોબરના દિવસે દુર્ગા વિસર્જન પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો.
૬. બુધવારે એક ઉગ્ર ટીપ્પણી કરતાં કોલકત્તા હાઈકોર્ટે ગુરુવારે રાજ્ય સરકારને હિન્દુ-મુસ્લિમનો ધાર્મિક તહેવારો માટે અલગ અલગ રૂટની વ્યવસ્થા કરવાનું જણાવ્યું. હાઈકોર્ટે બુધવારે આ મુદ્દે મમતા સરકારની સામે સખ્ત ટીપ્ણી કરી. કોર્ટે મમતા સરકારને કહ્યું કે જ્યારે તમે એ વાતનો દાવો કરી રહ્યાં છો કે રાજ્યમાં સાંપ્રદાયિક તંગદીલી છે તો પછી તમે ખુદ બન્ને સમૂદાયો વચ્ચે સાંપ્રદાયિક વિભાજન પાડવાની શા માટે કોશિશ કરી રહ્યાં છો.
૭. રાજ્ય સરકારના નિર્ણયને રદ કરતાં કોલકત્તા હાઈકોર્ટના ચીફ જસ્ટીસ રાકેશ તિવારીએ કહ્યું કે હિન્દુ મુસ્લિમોને સંપથી રહેવા દો, તેમની વચ્ચે ભાગલા પડાવવાની કોશિશ ન કરો.
૮. હાઈકોર્ટના ચુકાદા પર ઉગ્ર ટીપ્પણી કરતાં મમતા બેનરજીએ કહ્યું કે કોઈ ભલે મારૂ ગળું કાપી નાખે પરંતુ કોઈ મને એ ન કહી શકે કે મારે શું કરવાનું છે.
૯. ગત વર્ષે પણ જ્યારે ભાજપે હાઈકોર્ટનો સંપર્ક સાધ્યો હતો ત્યારે પણ હાઈકોર્ટે રાજ્ય સરકારને ઠપકો આપતાં કહ્યું કે મોહરમને કારણે દુર્ગા પ્રતિમા વિસર્જન માટે રાજ્ય સરકાર દ્વારા નક્કી સમયગાળો મનમાનીપૂર્વકનો છે.
૧૦. ગત વર્ષના આદેશમાં એવું કહેવામાં આવ્યું કે ધર્મ અને રાજનીતિનું જોડાણ કરવું ખતરનાક સાબિત થશે. અને રાજ્ય સરકારના આવા મનસ્વી નિર્ણયને કારણે અસહિષ્ણુતામાં વધારો થશે.
કલકત્તા હાઈકોર્ટે દુર્ગા પ્રતિમા વિસર્જન
પરનો મમતા સરકારનો આદેશ રદ કર્યો
મોહરમ પછી દૂર્ગા પ્રતિમા વિસર્જન કરાવવાના પશ્ચિમ બંગાળ સરકારના આદેશને કોલકત્તા હાઈકોર્ટે રદ કરી નાખ્યો છે. કોર્ટે કહ્યું કે સરકારની પાસે અધિકાર છે પરંતુ અસીમિત અધિકાર નથી. સૌથી છેલ્લો વિકલ્પનો નિર્ણય પાછળથી કરવાનો હોય છે.રાકેશ તિવારી અને હરીશ ટંડનની આગેવાની વાળી એક બેન્ચે રાજ્ય સરકારને દુર્ગા વિસર્જન અને મોહરમના તાજિયા માટે અલગ અલગ રૂટો નક્કી કરવાનો અને બન્ને સાથે-સાથે ન થાય તેની ખાતરી રાખવાનો આદેશ આપ્યો. કોર્ટે કહ્યું કે દુર્ગા વિસર્જન ૩૦ સપ્ટેબરે અને મોહરમના તાજિયા ૧ ઓક્ટોબરના રોજ થાય તેવી ગોઠવણી કરવામાં આવે. બેન્ચે આગળ કહ્યું કે તંગદીલીના કિસ્સામાં પોલીસે પગલાં ભરવા પડશે.