(એજન્સી)
નવી દિલ્હી, તા. ૨૪
‘કોઈ પણ નોકરી’ મેળવવા એન્જિનિયરિંગ પર ભારતીયોની પહેલી પસંદગી રહી છે. સામાન્ય રીતે ભારતીયોમાં એવી માન્યતા છે કે એન્જિનિયરિંગ કરવાથી નોકરીની ગેરન્ટી મળી જાય છે. પરંતુ વાસ્તવિકતા કંઈક જુદી છે. નામાંકિત હેડ હન્ટર કંપની દ્વારા કરવામા આવેલી આગાહી અનુસાર છ લાખ માહિતી ટેકનોલોજી વ્યાવસાયિકો આગામી ૨ થી ૩ વર્ષમાં તેમની નોકરી ગુમાવી શકે છે. કામ કરો અથવા ઘેર બેસો : આજના નોકરી વાંચ્છુઓને સામનો કરવો પડતું કડવું સત્ય બની રહ્યું છે. દેશ અને ખાસ કરીને પંજાબ જેવા કેટલાક રાજ્યોમાં આજે આ યક્ષપ્રશ્ર થઈ પડ્યો છે. દિલ્હીમાં અનવેશ પોલે કહ્યું કે અમને જે નોકરીની ખાતરી આપવામાં આવી હતી તે આજે ક્યાં છે.
સામાન્ય રીતે નોકરી વાંચ્છુઓને મસમોટા વાયદાઓ કરવામાં આવતાં હોય છે પરંતુ હકીકતમાં આમાનો એક પણ વાયદો પાર પાડવામાં આવતો નથી એટલે કે તેમની સાથે ઠગાઈ કરવામાં આવતી હોય છે. ૨૦૧૫ માં આઠ સંગઠિત ક્ષેત્રો જેવા કે કાપડ, મેટલ, લેધર, જેમ્સ અને જ્વેલરી આઈટી, બીપીઓ, પરિવહન, ઓટોમોબાઈલ, હેન્ડલૂમ દ્વારા ૧.૫ લાખ નોકરી પૂરી પાડવામાં આવી હતી. જ્યારે બિનસંગઠિત ક્ષેત્રોની હાલત ખરાબ બની ગઈ હતી. એનએસડીસીના અધિકારીઓના અંદાજ પ્રમાણે એક બાજુ ભારતમાં ૪૫ કરોડ કાર્યકારી લોકો છે તો ૮૦ ટકા લોકોનું કૌશલ્ય સુધારવાની જરૂર છે અથવા તેમને વધારાની તાલીમ આપવાની જરૂર છે.