બાવળા, તા.ર૪
અમદાવાદ જિલ્લાના બગોદરા ગામે આજે સવારે ખેતરમાં ચાર લેવા બાબતે કોળી-ભરવાડ જૂથ વચ્ચે ઝઘડો થતાં બંને પક્ષે સમાધાન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ બપોરના સમયે દશરથ નાનુભાઇ દેવાત્રા ટિફિન લઈ જઈ રહ્યો હતો, તે દરમિયાન અચાનક તેની પર હુમલો કરતા તેનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. બે કોમના જૂથો વચ્ચે જૂથ અથડામણ થતાં બગોદરા પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડાયા હતા. બનાવમાં ભરવાડ જૂથના (૧) વાઘુભાઈ હરિભાઈ, (૨) લાલાભાઈ રામભાઈ, (૩) કરસનભાઈ, (૪) બચુભાઇ લઘરાભાઈ એમ ચાર ઇજાગ્રસ્તોને “રામ હોસ્પિટલ” ચાંગોદર ખાતે લઈ જવામાં આવેલ છે. જ્યારે કોળી પટેલ જૂથના (૧) શામજીભાઈ જેરામભાઈ રંગાત્રા (ઉ.વ.રર) માથાના ભાગે ડાબા પગે ઇજા, (૨) મયુરભાઈ નાનુભાઈ દેવાત્રા (ઉ.વ.૧૯) માથાના ભાગે ડાબા પગે ઇજા, (૩) મંજુબેન બનુભાઈ મકવાણા (ઉ.વ.૪૫) માથાના ભાગે ડાબા પગે ઇજા, (૪) ભરતભાઈ માવસંગભાઇ મકવાણા (ઉ.વ.૪૫) માથાના ભાગે ઇજા, (પ) વિજયભાઈ, (૬) ઘનશ્યામભાઈ, (૭) રંગાત્રા મધુબેન જેરામભાઇ (ઉ.વ.૬પ) કમરના ભાગે અને પગે ઈજાઓ થતા તમામ ઇજાગ્રસ્તોને ૧૦૮ બગોદરા દ્વારા ઇ.એમ. ટી.રોહન દુલેરા અને પાયલોટ લાલજી ઝિંઝુવાડિયા દ્વારા સોલા સિવિલ ખાતે લઈ જવામાં આવેલ છે. હાલમાં ઇન્ચાર્જ એસ.પી. પ્રવિણ કુમાર (ૈંઁજી) તથા ના.પો.અધિ. ધોળકા ઘટનાસ્થળે હાજર છે. જાણવા મળ્યા મુજબ આરોપીઓ પકડવાની માગણી બાબતે ડેડબોડી ન સ્વીકારવામાં આવે તેવી શક્યતાઓ છે.