(એજન્સી) કોલકાતા, તા.૧૮
કોલકાતામાં ભારતીય ક્રિકેટર મોહમ્મદ શમી પર હુમલો કરવા બદલ પોલીસે ત્રણની ધરપકડ કરી હતી. અહેવાલ મુજબ શનિવાર રાત્રે શમીના ઘર પર હુમલાખોરો ત્રાટક્યા હતા. પરંતુ અંદર જવા સફળ થયા ન હતા. તેમણે ક્રિકેટરના ઘરના સિક્યુરિટી ગાર્ડને પણ માર માર્યો હતો. તકરાર જાદવપુર વિસ્તાર નજીક શામીની કારે બાઈકચાલકને ટક્કર માર્યા બાદ શરૂ થઈ હતી. શામીએ ઝઘડો શાંત કરવા કારમાંથી બહાર પણ આવ્યો હતો. બાઈકચાલક સ્થાનિક વાળંદ હતો. બાદમાં તે ક્રિકેટરના ડ્રાઈવર દ્વારા થયેલા અપમાનજનક વ્યવહારનો બદલો લેવા શમીના ઘરે પોતાના મિત્રો સાથે આવ્યો હતો.