(એજન્સી)
નવી દિલ્હી, તા.૬
પૂર્વ ન્યાયાધીશ કોલસે પાટિલે નાગરિકતા સુધારા અધિનિયમ ર૦૧૯ને લઈ મોદી સરકારની ઉગ્ર ટીકા કરી એમણે આક્ષેપો મૂક્યા કે હાલની કેન્દ્ર સરકાર લોકો દ્વારા નહીં પણ ઈવીએમ દ્વારા ચૂંટાયેલ છે.
સીએએના વિરોધમાં યોજાયેલ રેલી દરમ્યાન એમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ વિરૂદ્ધ સૂત્રો ઉચ્ચાર્યા હતા.
પાટિલે લોકોને ઘરોથી બહાર આવવા જણાવ્યું એમણે કહ્યું કે, ૮૦ વર્ષની વય થવા છતાંય એ એવા લોકો સાથે ઉભા રહેશે. પાટિલે સંઘ પરિવાર પર હુમલો કર્યું હતું. એમણે કોંગ્રેસ શાસનની આલોચના કરતાં કહ્યું કે, જે લોકો પહેલા શાસન કરતાં હતા એ પણ ‘હરિચંદ્ર’ ન હતા. એમણે વધુમાં કહ્યું કે, એમની નીતિઓની નિષ્ફળતાના લીધે ભાજપ સત્તામાં આવ્યો છે.
સીએએને રદ્દ કરતાં એમણે કહ્યું કે, લઘુમતીઓની વિરૂદ્ધ કોઈપણ કાયદાનો ઈન્કાર કરવાની જરૂર છે એમણે બાબાસાહેબ આંબેડકરના વિચારોને પણ યાદ કર્યું હતું.