ગોલ્ડકોસ્ટ, તા.૬
ભારતના અનિષ ભાનવાલાએ અહિંયા કોમનવેલ્થ શૂટીંગ ચેમ્પિયનશીપમાં પુરૂષોની રપમી રેપિડ ફાયર પિસ્ટલ સ્પર્ધામાં રજતચંદ્રક પોતાના નામે કર્યો જ્યારે નીરજકુમારે આજ સ્પર્ધામાં કાંસ્યચંદ્રક જીત્યો. આ બે ચંદ્રકોએ ભારતના રાઈફલ અને પિસ્ટલ સ્પર્ધામાં કુલ મેડલ ૧૬ થઈ ગયા છે જેમાં ચાર સુવર્ણચંદ્રક પણ સામેલ છે. ભારતે શોટગન સ્પર્ધામાં એક સુવર્ણ અને અક રજતચંદ્રક જીત્યો છે જે પુરૂષોની રેપિડ ફાયર પિસ્ટલ ફાઈનલમાં ત્રણ પ્રતિનિધિ હતા જેમાં ઓલિમ્પિયન ગુરપ્રીતસિંહે અનીષ અને નીરજ સાથે કવોલીફાઈ કર્યું હતું. કવોલીફીકેશનમાં અનીષે પ૭૭ના સ્કોરથી પહેલા જ્યારે નીરજે ૫૭પ બીજા અને ગુરપ્રીત પ૬૬ના સ્કોર સાથે પાંચમા સ્થાને હતો. ગુરપ્રીત ફાઈનલમાં સૌથી પહેલા બહાર થયો જ્યારે અનીષ અને નીરજે ક્રમશઃ રજત અને કાંસ્યચંદ્રક જીત્યો. ઓસ્ટ્રેલિયાના સરગેઈ ઈવઝલેવસ્કીએ સુવર્ણચંદ્રક જીત્યો.
કોમનવેલ્થ શૂટીંગ ચેમ્પિયનશીપમાં ભારતને સિલ્વર અને બ્રોન્ઝ મેડલ

Recent Comments