(સંવાદદાતા દ્વારા) સુરેન્દ્રનગર, તા.૧૩
સુરેન્દ્રનગરમાં આ ર૭માં રોજાના અવસર એટલે સુરેન્દ્રનગરના રાહબર અને કોમી એકતા ભાઈચારાની સદ્‌ભાવના સમાન ગણાતા અને દરેક સમાજ માન મર્તબો મોભા ઈજ્જત અને હૃદયમાં સ્થાન મેળવનાર પીરેતરીકત હાજી સૈયદ યુસુફમીયા બાપુના નિવાસસ્થાને ર૭મા રોઝાના અવસરે ખાસ કરીને દરેક સમાજના રાહબરો ધર્મગુરૂઓ વેપારી મિત્રો ડૉકટરો, વકીલથી લઈ તમામ કોમના લોકો બાપુના નિવાસ સ્થાન ખાતે ભેગા હળીમળી ર૭મા રમઝાન માસના રોજાના ઈફતાર પાર્ટી કરે છે.
સુરેન્દ્રનગર રબારી સમાજનું દેવસ્થાન વડવાળા મંદિરના મહંત કનીરામબાપુએ હાજી સૈયદ યુસુફમીયાબાપુને ર૭મા રોઝાના અવસરે રોજા ઈફતારી કરવા કોમી એકતાની મિશાલને પ્રજ્વલિત કરી હતી. જ્યારે હાજી યુસુફમીયા બાપુના પુત્ર હાજી ઈરફાનબાપુ (ડાડા બાપુ)ને સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના અધ્યક્ષ ચેતનભાઈ ખાચર દ્વારા રોજા ઈફતાર કરાવવામાં આવેલ. જ્યારે બાપુને રોઝા ઈફતાર મોહનભાઈ પટેલ, સમાજ સેવકે પણ ઈફતારી કરાવી લીંબડી ધારાસભ્ય સોમાભાઈ પટેલ આરોગ્યા સમિતિના કાંતિલાલ ટમાલીયા, અબ્બાસભાઈ પરમાર, સુરેન્દ્રનગરના ડૉકટરો, વકીલો તેમજ સમાજના રાહબરો-હાસુભાઈ જામ, એસ.આર. કુરેશી તેમજ અનેક આગેવાનો ખાસ ઉપસ્થિત રહી અને રોઝા ઈફતાર પાર્ટી કરેલ ત્યારે સુરેન્દ્રનગરના રાહબર હાજી હનીફબાપુ હાજી ફારૂકબાપુ તેમજ શહેરની જુદી જુદી મસ્જિદોના બાપુ પણ ઉપસ્થિત રહ્યા હતા.