(એજન્સી) કોલકાતા, તા.૨૧
પં.બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ કહ્યું કે, રાજ્યમાં કોમવાદને કોઈ સ્થાન નથી. અમે વિવિધતા અને એકતામાં વિશ્વાસ ધરાવીએ છીએ. મુખ્યમંત્રીએ આજે ટિ્‌વટ કરી લખ્યું હતું. આજે સાંસ્કૃતિક વિવિધતા વિકાસ બાબત ચર્ચા કરવાનો ખાસ આંતરરાષ્ટ્રીય દિવસ છે. અમારા રાજ્યની સરકાર એકતા અને વિવિધતામાં વિશ્વાસ ધરાવે છે. બંગાળના લોકોના હૃદય અને મસ્તિત્કમાં કોમવાદનું કોઈ સ્થાન નથી. થોડા જ દિવસો પહેલાં બંગાળના ઘુલાગઢ, આસનસોલ અને રાનીગંજમાં કોમી હિંસાની ઘટનાઓ બની હતી. મુખ્યમંત્રી બેનરજીએ આંતરરાષ્ટ્રીય સાંસ્કૃતિક દિવસને અનુલક્ષીને ઉપરોક્ત ટિ્‌વટ કરી હતી. સમગ્ર દુનિયામાં ર૧મી મેનો દિવસ વિશ્વ સાંસ્કૃતિક દિવસ તરીકે ઉજવાય છે. જેમાં દુનિયાની સંસ્કૃતિઓનો ઉપયોગ શાંતિ અને વિકાસ માટે કરી શકાય એ માટે વાતચીત અને ચર્ચાઓ કરાય છેે. યુનાઈટેડ નેશન્સની જનરલ એસેમ્બેસીએ ર૦૦રના વર્ષથી આ દિવસની જાહેરાત કરી હતી.