અમદાવાદ, તા.૯
“સરકાર અંગ્રેજ છે તો હું ભગતસિંહ છું, અમે એક નવી રણનીતિ સાથે અમદાવાદમાં પડીએ છીએ, જોઈએ છીએ કોના બાપની તાકાત છે કે કાર્યક્રમ રોકીને બતાવે.” ખેડૂતો અને સમાજના યુવાનો માટે આંદોલને ચડેલા અને વિજય સંકલ્પ યાત્રા સાથે દ્વારકા પહોંચેલા હાર્દિક પટેલે દ્વારકા મંદિરે દર્શન કર્યા બાદ પત્રકારોને સંબોતા એમ જણાવ્યું હતું. ૨૫મી ઓગસ્ટના રોજ જે જગ્યાએ ઉપવાસ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે તે ગ્રાઉન્ડ ખાતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ફ્રી પાર્કિંગની જાહેરાત કરવા અંગે હાર્દિકે ટિપ્પણી કરી હતી કે અમે ગાડીઓ ઉપર બેસીને ઉપવાસ કરીશું. આવું કરીને સરકારે અમારી પાર્કિંગની મુશ્કેલી દૂર કરી નાખી છે. વિજય સંકલ્પ યાત્રા સાથે દ્વારકા પહોંચેલા હાર્દિક પટેલે દ્વારકાના મંદિરે દર્શન કર્યા બાદ મીડિયાને સંબોધન કર્યું હતું. ૨૫મી ઓગસ્ટના રોજ જે જગ્યાએ ઉપવાસ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે તે ગ્રાઉન્ડ ખાતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ફ્રી પાર્કિંગની જાહેરાત કરવા અંગે હાર્દિકે ટિપ્પણી કરી હતી કે અમે ગાડીઓ ઉપર બેસીને ઉપવાસ કરીશું. આવું કરીને સરકારે અમારી પાર્કિંગની મુશ્કેલી દૂર કરી નાખી છે.
હાર્દિક પટેલે ૨૫મી ઓગસ્ટના રોજ યોજનાર ઉપવાસ કાર્યક્રમ અંગે જણાવ્યું હતું કે, “હું સંઘર્ષના રસ્તે છું. સરકારે જો એવું કહે છે કે તે અંગ્રેજ છે તો હું ભગતસિંહ છું. સરકાર જો કાયદાની વિરૂદ્ધ જઈને કામ કરશે તો હું તેનો હિસ્સો નથી.” હાર્દિકે ૨૫મી ઓગસ્ટના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પાટીદાર યુવકોને જોડાવવા માટે અપીલ કરી હતી. હાર્દિકે કહ્યું હતું કે,”૨૫મી તારીખે સૌ સાથે મળીને સૌની વાત કરીએ. ભૂખ્યો હું રહીશ, કેસ હું લડીશ, સજા હું સહન કરું છું, જેલમાં હું જાવ છું, સરકાર સામે હું બોલું છું, પોલીસ સામે હું લડુ છું, તમે બધા સાથ અને સહકાર આપવામાં કોઈ કચાસ ન કરશો. લડવા હું તૈયાર છું, મરવા હું તૈયાર છું ફક્ત તમારા સાથની જરૂર છે. કાલથી નવેસરની એક રણનીતિ સાથે અમદાવાદમાં પડીએ છીએ, જોઈએ છીએ કોના બાપની તાકાત છે કે કાર્યક્રમ રોકીને બતાવે.” ૨૫મી ઓગસ્ટના રોજ હાર્દિક દ્વારા જે સંભવિત સ્થળે ઉપવાસ કરવાનું આયોજન હતું તે સ્થળ એટલે કે નિકોલ વિસ્તારનું એ ગ્રાઉન્ડ જ્યાં હાર્દિકે તાજેતરમાં એક સભા કરી હતી તેને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને “પાર્કિંગ ઝોન” જાહેર કર્યું છે. એએમસી દ્વારા આ સ્થળે ‘ફ્રી પાર્કિંગ પ્લોટ’ના બોર્ડ પણ મારી દેવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ સ્થળની મંજૂરી મળે તે માટે હાર્દિકે હાઇ કોર્ટ સુધી જવાની ચીમકી પણ ઉચ્ચારી હતી. હાર્દિક પટેલ વિજય સંકલ્પ યાત્રા સાથે જેતપુરના મોટા દળવા ગામથી બુધવારે મોડી રાત્રે દ્વારકા પહોંચ્યો હતો. આ દરમિયાન તેણે રસ્તામાં વિવિધ ગામ અને શહેરમાં સભાઓ પણ સંબોધી હતી. હાર્દિક ૧૦૦થી વધારે કારના કાફલા અને બાઇકો સાથે દ્વારકા પહોંચ્યો હતો. દ્વારકામાં હાર્દિકે પોતાના સમર્થકો સાથે દર્શન કર્યા હતા. હાર્દિકે અહીં ધ્વજારોહણ પણ કર્યું હતું.