(એજન્સી) સિંગાપુર, તા.૪
અમેરિકાએ રવિવારે કહ્યું કે, ઉ.કોરિયા જ્યાં સુધી પૂર્ણ પરમાણુ નિશસ્ત્રીકરણની દિશામાં નક્કર અને અપરિવર્તનીય પગલું ના ભરે, ત્યાં સુધી તેના પર મૂકાયેલા પ્રતિબંધોમાં કોઈ છૂટ આપવામાં આવશે નહીં.
અમેરિકાના વિદેશમંત્રી જિમ મૈટિસે પ્યોંગયાંગ પ્રત્યે ટ્રમ્પ પ્રશાસનનું વલણ સ્પષ્ટ કરતા રવિવારે કહ્યું, ઉત્તર કોરિયાને રાહત ત્યારે જ આપવામાં આવશે જ્યારે તે પૂર્ણ પરમાણુ નિશસ્ત્રીકરણની દિશામાં નક્કર પગલાં ભરે, તેમણે આંતરરાષ્ટ્રીય સમુદાયને સુરક્ષા પરિષદ પર પ્રતિબંધ યથાવત રાખવાની અપીલ કરી.