(એજન્સી) તા.૧૯
સ્ટેન્ડઅપ કોમેડિયન કૃણાલ કામરાને વડાપ્રધાન મોદીની વિરોધમાં એક ટવીટ કરવું ભારે પડી રહ્યું છે. જો કે આ ટવીટ પછી મુંબઈ ભાજપના મહાસચિવ મોહિત ભારતીયએ તેમને જાહેરમાં ધમકી આપી દીધી. સીએએ અંગે કૃણાલ કામરા પાછલા કેટલાક દિવસથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર સોશિયલ મીડિયાના માધ્યમથી વ્યંગપૂર્ણ વાતો કરી રહ્યા છે. કામરાએ બુધવારે પોસ્ટ કર્યું પ્રિય વડાપ્રધાન મોદી, મીડિયા તમારી સાથે છે, બોલિવુડ તમારી સાથે છે, ૩પ૩ સાંસદ તમારી સાથે છે, વાઘા કટ્ટર વ્યકિત તમારી સાથે છે, ભ્રષ્ટ અપરાધી અને દુષ્કર્મી તમારી સાથે છે, આરએસએસ તમારી સાથે છે એનઆરઆઈ ઢોકલા માફિયા તમારી સાથે છે, પરંતુ અમે મજબૂતીથી તમારી વિરૂદ્ધ ઉભા છીએ, કારણ કે દેશ તમને નથી ઈચ્છતો. આ મેસેજને શેર કરતા સ્ટેન્ડઅપ કોમેડિયને લખ્યું ફિકસ ઈટ (તેને બરાબર કરો) મોહિત ભારતીયને આ ટવીટ ગમ્યુ નહીં તેમણે લખ્યું કે, મારી વાત લખી તો તમને પણ જલ્દી ફિકસ કરવામાં આવશે.