(સંવાદદાતા દ્વારા) ભૂજ, તા.૬
કચ્છના દરિયાઈ વિસ્તારમાં હરામીનાળા પાસે આંતરરાષ્ટ્રીય બોર્ડર પીલ્લર નંબર ર૧૧૬૬ નજીકથી ત્રણ પાકિસ્તાની બોટ સાથે બે પાકિસ્તાની શખ્શોને પકડી પાડવામાં આવ્યા છે.
સીમા સુરક્ષા દળના જવાનો તા.૬/૯ના સવારે પેટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યારે તેઓની નજરે આ પાકિસ્તાની બોટ ચડી હતી, સીમા દળના જવાનોએ આ ત્રણ બોટ સાથે બે પાક. નાગરિકોને પકડી લઈ પૂછપરછ શરૂ કરી હતી. બોટમાંથી માછીમારીના સાધનો સિવાય અન્ય કંઈ વાંધાજનક સામાન મળ્યો નથી.પકડાયેલ પાક.બોટો અને પાક. શખ્શોને તા.૬/૯ના સાંજ સુધીમાં કોટેશ્વરના દરિયાકાંઠે લાવવામાં આવશે. પકડાયેલ બંને પાક. નાગરિકોના નામ-ઠામ હજુ જાણવા મળ્યા નથી. કચ્છના આ દરિયાઈ વિસ્તારમાંથી અવાર-નવાર પાક.માછીમારો પકડાતા રહે છે.