ભૂજ, તા.૧૪
આજરોજ કચ્છ જિલ્લા ભાજપ દ્વારા શક્તિસિંંહ ગોહિલના પૂતળાનું દહન કરનાર એ હલકી માનસીકતાનું પ્રદર્શન કર્યું છે. શક્તિસિંહ ગોહિલે કહ્યું કે, હાર્દિક પટેલમાં સરદાર પટેલના D.N.A. છે એટલે કે સરદાર પટેલના વંશ જ છે. તેમાં ‘‘અન્યાય સહન નહી કરીએ’’ આજે એજ નારા સાથે હાર્દિક પટેલે પોતાના સમાજને ન્યાય અપાવવા આંદોલન કરી રહ્યા છે. હકીકતમાં જેમના જાહેર જીવનમાં કોઈ દાગ નથી તેવા એક સાચા લોકસેવક શક્તિસિંહ ગોહિલના પૂતળાનું દહન કરી ભાજપે પોતાની હલકી માનસીકતાનું પ્રદર્શન કર્યું છે. હાર જોઈ કચ્છમાં ભાજપ રઘવાઈ બની ગઈ છે. એમ કોંગ્રેસ અગ્રણી હાજી જુમ્મા રાયમાએ જણાવ્યું છે.
કચ્છમાં શક્તિસિંહના પૂતળાનું દહન એ ભાજપની હલકી માનસિકતાનું પ્રદર્શન : રાયમા

Recent Comments