લુણાવાડા, તા.૧૮
ગોધરા રેંન્જ આઇ.જી.પી. મનોજ શશીધરન તથા મહિસાગર જીલ્લા પોલીસ વડા ઉષા રાડાન આ ચડ્ડી-બનિયાનધારી ગેંગ (તેલંગાણાની) દાહોદ જીલ્લાના જેસાવાડા વિસ્તારની હોવાનું જણાઇ આવતા પોલીસ અધીક્ષક ઉષા રાડા સાહેબનાઓની સુચના આધારે ઇ.પો.અધિક્ષક એન.વી.પટેલના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી ઇંચા.પોલીસ ઇન્સ. એચ.એન.પટેલ તથા એસ.ઓ.જી.પો.સ.ઇંન્સ. એમ.વી.ભગોરા તથા એલ.સી.બી. અને એસ.ઓ.જી. સ્ટાફ તથા તેલંગણા એસ.ઓ. ટીમના સબ ઈન્સ. લાલ તથા તેઓની ટીમ ધ્વારા દાહોદ જીલ્લાના જેસાવાડા ખાતે અલગ-અલગ ટીમો બનાવીને છુપા વેશે કેમ્પ રાખવામા આવેલ ટેકનિકલ સર્વેલન્સના સપોર્ટથી તથા અંગત બાતમીદારોની મદદથી સી.સી.ટી.વી. ફુટેઝમા ઝડપાયેલ ગેંગના માણસોને ઓળખ કરવામા આવેલ જે દરમિયાન આ ગેંગમા સંડોવાયેલ ઇસમો જેસાવાડાથી સૌરાષ્ટ્ર બાજુ મજુરી કામ અર્થે જવાના હોવાની બાતમી એલ.સી.બી. ઇંચા. પી.આઈ. એચ.એન.પટેલને મળેલ જે આધારે મહિસાગર એલ.સી.બી. તથા મહિસાગર એસ.ઓ.જી. ટીમ તથા તેલંગણા સ્પેશીયલ ઓપરેશન ટીમ ધ્વારા લુણાવાડા કોટેજ ચોકડી ખાતે વોચ રાખવામા આવેલ દરમિયાન બાતમીવાળા ઇસમો આવતા (૧) હસનભાઇ નારસિહભાઇ વહોનીયા (૨) રાજુભાઇ રાવસિંહભાઇ બારીયાને ઝડપી પાડવામાં આવેલ. આ દરમિયાન તેલંગણા રાજ્યના (૧) ભગતસિંહ નગર કોલોની, સૈબરાબાદ પોલીસ સ્ટેશન તેમજ (૨) KPHB COLONY પોલીસ સ્ટેશન તથા (૩) નારસીંગી પોલીસ સ્ટેશનના અલગ-અલગ મળી કૂલ ૦૭ ઘરફોડ ગુનાનો ભેદ ઉકેલવામા આવેલ છે અને હાલમા આગળની તપાસ ચાલુ છે અને હજુ પણ વધુ આરોપીઓના નામ ખુલે તેવી શક્યતા છે.