(એજન્સી) તા.રપ
પાકિસ્તાને જાસુસીના આરોપમાં સંડોવાયેલા કુલભૂષણ જાધવને ભારતને સોંપવાનો ઈન્કાર કર્યો છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યુ કે, કુલભુષણ જાદવને ભારતને સોંપવામાં નહીં આવે. જાસૂસીના આરોપ હેઠેળ કુલભૂષણને પાકિસ્તાનની આર્મી કોર્ટે મોતની સજા ફટકારી હતી. જોકે, બાદમાં આર્મી કોર્ટના ચૂકાદાને આંતરરાષ્ટ્રીય કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. આંતરાષ્ટ્રીય કોર્ટે સુનાવણી કરતા કુલભૂષણ જાદવની સજા પર રોક લગાવી દીધી હતી. હાલમાં આ મામલો આંતરરાષ્ટ્રીય કોર્ટમાં પેન્ડિગ છે. મહત્વનું છે કે, હાલમાં આ મામલો આંતરરાષ્ટ્રીય કોર્ટમાં પેન્ડિગ છે. મહત્ત્વનું છે કે, ૨૫ ડિસેમ્બર ૨૦૧૭ના રોજ કુલભૂષણની માતા અને તેની પત્ની તેને મળવા માટે ઈસ્લામાબાદ ગયા હતા. જ્યા તેમને જાધવ સાથેની મુલાકાત માટે ૩૦ મિનીટનો સમય આપવામાં આવ્યો હતો.