નવી દિલ્હી, તા.૨૦
આઈપીએલમાં શુક્રવારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચેનો મુકાબલો તોફાની બેટિંગ માટે યાદ રહેશે.
કોહલી અ્ને મોઈન અલીએ કરેલી સ્ફોટક બેટિંગના પગલે ૨૧૪ રનનો ટાર્ગેટ ચેઝ કરવા ઉતરેલી કોલકાતાની ટીમે પણ યાદગાર લડત આપી હતી.નિતિશ રાણા અને રસેલની બેટિંગે એક વખત અશક્ય લાગતો ટાર્ગેટ ચેઝ થઈ જશે તેવી આશા બંધાવી હતી.જોકે કોલકાતા ૧૦ રનથી આ મેચ હાર્યુ હતુ.
મોઈન અલીએ ૧૬મી ઓવરમાં કુલદીપ યાદવની એક જ ઓવરમાં ત્રણ સિક્સ અને બે ફોર ફટકારીને ૨૭ રન લીધા હતા.જોકે ઓવરના છેલ્લા બોલે કુલદીપે મોઈનને આઉટ કરી બદલો લઈ લીધો હતો.
જોકે એ પછી કુલદીપ ઘણો હતાશ થઈ ગયો હતો.તેણે પોતાની કેપ જમીન પર ફેંકી ગુસ્સો કાઢ્યો હતો.સાથી ખેલાડી ક્રિસ લીને કુલદીપને આશ્વાસન આપ્યુ હતુ. મેદાન પર બેસી ગયેલા કુલદીપને ખેલાડીઓ મનાવી રહ્યા હતા ત્યારે પાણી પીતા પીતા કુલદીપની આંખોમાં આંસુ જોવા મળી રહ્યા હતા.
મોઈન અલીને આઉટ કરતા કુલદીપની આંખોમાં આંસુ આવી ગયા

Recent Comments