નવી દિલ્હી, ત.ર
ટીમ ઈન્ડિયાના સ્પિનર કુલદીપ યાદવની આટલી પ્રંશસા પહેલા કયારેય થઈ નથી. આ પ્રશંસાનું મહત્ત્વ એટલા માટે પણ વધી જાય છે કે વિશ્વના મહાન સ્પિનર શેન વોર્ને કરી છે. આ ચાઈનાલેન બોલરની પ્રશંસા કરતાં શેનવોર્ને ટવીટ કર્યું છે કે જો કુલદીપ યાદવ ધૈર્યથી ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં બોલિંગ કરતો રહ્યો તો તે પાકિસ્તાનના લેગ સ્પિનર યાસીર શાહને સ્પિનર યાસર શાહને પડકાર આપી શકે છે. તે ટૂંક સમયમાં જ વિશ્વનો સર્વશ્રેષ્ઠ સ્પિનર સાબિત થઈ શકે છે અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા એક વર્ષમાં કુલદીપે સમગ્ર વિશ્વનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કર્યું છે કોહલી અનેકવાર તેની પ્રશંસા કરી ચૂક્યો છે. સુનિલ ગાવસ્કરે તાજેતરમાં કહ્યું હતું કે, કુલદીપની સૌથી મોટી ખાસિયત છે કે તે બોલિંગ કરતી વખતે હંમેશા આક્રમક વલણ અપનાવે છે અને જોખમ ઉઠાવતા ડરતો નથી. શેનવોર્ને કહ્યું હું છેલ્લીવાર જયારે ભારતમાં હતો ત્યારે કુમ્બલેએ કુલદીપ સાથે મારી મુલાકાત કરાવી હતી. તેને બોલિંગ કરતાં જોઈ મને ખુશી થાય છે.