કોલકાતા, તા.રર
સચિન અને સૌરવ સહિત અનેક દિગ્ગજોએ ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ બીજી વન-ડેમાં ડાબોડી સ્પિનર કુલદીપ યાદવને મળેલી હેટ્રીકની પ્રશંસા કરી છે. તે ચેતન શર્મા અને કપિલ દેવ બાદ વન-ડે ક્રિકેટમાં હેટ્રીક લેનાર ત્રીજો ભારતીય બોલર બની ગયો. સચિને ટિ્‌વટર પર લખ્યું છે કુલદીપ અને ચહલે ફક્ત સારી બોલિંગ કરી પણ મેચનું પરિણામ પણ બદલી નાખ્યું. કોહલી અને રહાણેની શાનદાર બેટિંગ. ગાંગુલીએ કહ્યું કે આ ખાસ સ્પેસ હતો તેમણે શાનદાર બોલિંગ કરી તેઓ ટીમ માટે કિંમતી છે કુલદીપના આઈપીએલ કપ્તાન ગૌતમ ગંભીરે કહ્યું કે તમારી ટી-શર્ટનો કલર કેકેઆરના બદલે બીસીસીઆઈનો બ્લ્યુ ભલે હોય પણ બોલિંગના અંદાજમાં કોઈ ફેરફાર નથી. શાબાશ.