આસામ, તા. ૧૩
સડકો પર બની રહેલ મોબલિંચિંગની ઘટના પર મૂકદર્શક નહીં બનીને તેના વિરૂદ્ધ નક્કર પગલાં લેવા આસામના પોલીસ મહાનિર્દેશક (ડાયરેક્ટર જનરલ) કુલધર સૈકિયાએ જણાવ્યું છે તેમણે કહ્યું કે મોબલિંચિંગની ઘટનાઓ અંગે આજે મૌન રહીશું તો કાલે એનો રેલો તમામના ઘરો સુધી પહોંચી જશે.
ડીજી કુલધરે કહ્યું કે, જો કોઈ વ્યક્તિ મૂક દર્શક બની રહેશે તો આ હિંસા ફક્ત સડક સુધી સિમિત રહેશે નહીં પરંતુ લોકોના ઘરો સુધી ફેલાતી જશે. તેમણે જણાવ્યું કે, મોબલિંચિંગની ઘટનાઓને આજે રોકવામાં નહીં આવે અને તેની સામે પ્રતિક્રિયા નહીં અપાય તો લોકોના ઘર સુધી આ હિંસા પહોંચશે અને આવનાર પેઢી આ સ્થિતિમાં કશું ખોટુ થઈ રહ્યું નહીં હોવાનું માની લેશે. આ ફાર્થ યામિન હઝારિકા વુમન ઓફ સબ્સટેન્સ એવોર્ડના પ્રસંગે તેમણે યુવા પેઢીમાં સાચા મૂલ્યોનું સિંચન કરવા પર ભાર મૂક્યો હતો.