લાહોર,તા.૧૨
પાકિસ્તાનના લાહોરમાં ૧૪ ફેબ્રુઆરીથી ક્રિકેટ નિયમોને સંભાળનાર મેરીલબોન ક્રિકેટ ક્લબની પ્લેઈંગ ૧૧ એક વનડે અને ત્રણ ટી-૨૦ રમશે. એમસીસીની ટીમ ૪૮ વર્ષ પછી પાકિસ્તાનમાં રમશે. પાકિસ્તાન સુપર લીગની ટીમ લાહોર કલંદર ટી-૨૦માં પોતાની ટીમ ઉતારશે. તેમની ટીમમાં શાહીન આફ્રિદી અને ફકર ઝમાન રમી શકે છે. એમસીસીની ટીમ પાકિસ્તાન શાહિન્સ, નોર્દર્ન અને મુલતાન સુલ્તાન સામે પણ રમશે.
એમસીસીની ટીમ છેલ્લે ૧૯૭૩માં પાકિસ્તાનના પ્રવાસે ગઈ હતી. આ પ્રવાસમાં પહેલી મેચ ૧૪ ફેબ્રુઆરીએ લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં કલંદર સામે રમશે. તે પછી ૧૬ ફેબ્રુઆરીએ શાહિન્સ સામે વનડે રમશે. ૧૭ ફેબ્રુઆરીએ નોર્દર્ન સામે બીજી ટી-૨૦ અને ૧૯ ફેબ્રુઆરીએ ત્રીજી મુલતાન સુલ્તાન સામે રમશે.એમસીસીના પ્રમુખ કુમાર સંગાકારાના નેતૃત્વમાં ૧૨ સદસ્યની ટીમ પાકિસ્તાન જશે. તેમાં રવિ બોપારા, વાન ડર મર્વે અને રોસ વિટલી જેવા ખેલાડીઓ પણ રમશે. એમસીસીના કોચ અજમલ શહેઝાદે કહ્યું કે, “પાકિસ્તાનનો આ પ્રવાસ મહત્ત્વપૂર્ણ ઘટના બની રહેશે. અમને આશા છે કે આ પ્રવાસથી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ ઇન્ટરનેશનલ ટીમોને પોતાના દેશમાં ક્રિકેટ રમવા માટે આમંત્રણ આપી શકશે.
એમસીસી ઇલેવનઃ કુમાર સંગાકરા (કેપ્ટન), રવિ બોપારા, માઈકલ બર્જીસ, ઓલિવર હેનોન ડાલ્બી, ફ્રેન્ડ કલાસન, માઈકલ લીસ્ક, એરોન લિલી, ઇમરાન કય્યુમ, વિલ રોડ્‌સ, સફાયન શરીફ, રેલોફ વાન ડર મર્વે અને રોસ વિટલી