(એજન્સી) નવી દિલ્હી, તા.૧૭
ગયા અઠવાડિએ સુપ્રીમ કોર્ટે ચુકાદો આપી જણાવ્યું હતું કે રાજ્ય સરકારો નોકરીઓની નિમણૂકો અને બઢતીમાં અનામત આપવા બંધાયેલ નથી. આ ચુકાદા સામે હરિયાણા કોંગ્રેસ એકમે રવિવારે વિરોધ પ્રદર્શનો યોજ્યા હતા. જેમાં મોદી સરકાર ઉપર એસસી/એસટીના અધિકારો ઉપર હુમલા કરવાના આક્ષેપો મૂકાયા હતા.
સુપ્રીમકોર્ટે ગયા અઠવાડિયે સુનાવણી દરમ્યાન ઉત્તરાખંડની ભાજપ સરકારની રજૂઆતો માન્ય રાખી હતી.
વિરોધ પ્રદર્શનો હરિયાણા કોંગ્રેસ એકમની અધ્યક્ષતા કુમારી સેલજાની આગેવાની હેઠળ યોજાયા હતા. એમણે આક્ષેપો કર્યા હતા કે દેશનું બંધારણ અને એના સિદ્ધાંતો ઉપર ભાજપ સરકાર સતત હુમલાઓ કરી રહી છે.
યમુનાનગરમાં યોજાયેલ વિરોધ પ્રદર્શનોમાં સેલજાએ કહ્યું ભાજપે ફરી એક વખત એસસી/એસટી અને ઓબીસીઓના અનામતો મેળવવાના મૂળભૂત અધિકારો ઉપર હુમલોે કર્યો છે. રાજ્ય સભાના સાંસદે ભાજપ અને આર.એસ.એસ. ઉપર અનામતો નાબૂદ કરવાનો ષડયંત્ર ઘડવાના પણ આક્ષેપો મૂક્યા હતા. એમણે કહ્યું કે ભાજપાએ એસસી/એસટી અને ઓબીસી સાથે સંબંધ ધરાવતા લોકોને છેતર્યું છે.
મોદી સરકાર SC/STના અધિકારો ઉપર હુમલાઓ કરી રહી છે : કુમારી સૈલજા

Recent Comments