સુરત, તા.૯
મુસ્લિમોના બકરી ઇદના પર્વ ટાણે કેટલાક વખતથી રાજકીય કારણસર કેટલાક અસામાજીક તત્વો ગેરકાયદેસર મંડળી બનાવી કુર્બાની માટે આવતા જાનવરોને અટકાવી વાહનોની પણ તોડફોડ કરી મુસ્લિમ લોકોમાં ભયનું વાતાવરણ સર્જવાનો પ્રયાસ કરી રહ્યાં છે. ત્યારે પોલીસ ખાતા દ્વારા આવા તત્વોને તત્કાલીક અસરથી રોકવામાં આવે તેવી માગણી સામે સુરત પો.કમિ. અને સુરત રેન્જ આઇજીને વર્સેટાઇલ માઇનોરીટીઝ ફોરમના પ્રમુખ બાબુ પઠાણ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
સુરત પો.કમિ.ની હદમાં આવતા જહાંગીરપુરા પોલીસ મથકમાં પણ પાડા-પાડી લઇને આવતા વાહનને ગેરકાયદેસર રીતે અટકાવીને હેરાન પરેશાન કરે છે, તથા રેન્જ આઇજીના વિસ્તારમાં આવતા કામરેજ પોલીસ મથકની હદમાં પણ આ બે બનાવો બનેલા છે. જેથી ઉચ્ચ અધિકારી આ બાબતે પણ તાત્કાલીક ઘટતુ કરશે તેવું પણ વર્સેટાઇલના પ્રમુખ એડ. ઇસ્માઇલ પઠાણ (બાબુ) પઠાણ દ્વારા આપેલ આવેદનપત્રમાં સીધી રીતે કહેવામાં આવ્યું છે. આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર સુરત શહેર, જિલ્લા સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં બકરા ઇદ નિમિત્તે બકરા, ઘેટાનો વહન કરતા વહાનો મુખયત્વે નેશનલ હાઇવે નં.આઠ ઉપરથી પસાર થઇ જે તે સીટીમાં પ્રવેશતા હોય છે, જેથી વાપીથી તાપી સુધી કેટલાક અસામાજીક તત્વો દ્વારા બનાવેલ સંગઠનો આવા વાહનોને અટકાવી તોડફોડ કરી, ડ્રાઇવરોને માર ઝુડ કરી હેરાન પરેશાન કરવાના બનાવો પ્રકાશમાં વખતો વખત આવી રહ્યાં છે. જેથી આ બાબતે કેટલાક જાગૃત સંગઠન તેનો કાયદાકીય રીતે વિરોધ કરી રહ્યાં છે, તેનો કાયદાકીય રીતે વિરોધ થયો છે. આવેદનપત્રમાં વધુમાં જણાવ્યું છે કે દર વર્ષે ગુજરાત રાજ્યના ગૃહ ખાતા તરફથી તમામ પોલીસ કમિશનરો અને જિલ્લા વડાઓને એક પરિપત્ર બહાર પાડી કાયદેસરના કુર્બાન કરી શકાય તેવા શ્રેણીમાં આવતા જાનવરોને અવર જવર પર પ્રતિબંધ મુકવો નહી અને તેમની અવર જવર વિના વિરોધ થઇ શકે તેવા હુકમ કરવામાં આવે છે. તેવો કારગર આદેશ કરવામાં આવે તે જરૂરી છે. મુઠ્ઠીભર તત્વોના મુસલમાનોના કુર્બાની આપવાના બંધારણીય અધિકાર ઉપર તરાપ મારવાનો પ્રયાસ ગણી શકાય તેઓને તાત્કાલીક અસરથી દાબી દેવાની જરુર છે તેમ જણાય છે.
વર્સેટાઇલ માઇનોરીટી ફોરમના પ્રમુખ બાબુ પઠાણે આવા કુર્બાની માટેના જાનવરોને લઇ જતા વાહનોનો પોલીસ રક્ષણ આપવા તથા તેવા રસ્તા ઉપર યોગ્ય પોલીસ બંદોબસ્ત ગોઠવવા માગણી કરી છે.
કુરબાનીના જાનવરો લાવતાં કરાતી કનડગત બંધ કરાવવા માગણી

Recent Comments