કચ્છ, તા.૧ર
કચ્છના લાભપાંચમના દિવસે માર્ગ અકસ્માતમાં બે મહિલા સહિત ત્રણનાં મોત થયાં હતાં. કચ્છમાંં ભચાઉ ચાર રસ્તા ઉપર તા.૧રના રોજ સવારે ૧૦ વાગ્યે બોલેરો જીપ અને ટેમ્પો વચ્ચે અકસ્માત સર્જાતા બોલેરોમાં સવાર હિમાબેન રૂપાભાઈ આહીર (ઉ.વ.૬૦) અને ગીતાબેન રામાભાઈ ઉંદરિયા આહીર (ઉ.વ.૪૩) નામના સાસુ-વહુના ઘટના સ્થળે જ મોત થયાં હતાં. મૃતક અંજાર તાલુકાના પશુડા ગામના વતની હતા. અકસ્માતમાં બોલેરોમાં સવાર દિવ્યાબેન રમેશ આહીર (ઉ.વ.૩પ), કંકુબેન ભુરાભાઈ આહીર (ઉ.વ.૪૦), મોંઘીબેન રાધાભાઈ આહીર (ઉ.વ.૭૦), દિવ્યા રાણાભાઈ આહીર (ઉ.વ.૧ર)ને ઈજાઓ થતા ભચાઉની વાગડ વેલ્ફેર હોસ્પિટલમાં ખસેડાયા હતા. અકસ્માતની અન્ય એક ઘટના સામખિયાળી નજીક બની હતી. જેમાં એક ટ્રેલરે મોટરસાયકલને અડફેટે લેતા બાઈકસવાર રણછોડ ડાયા ડાંગર (ઉ.વ.૪પ)નું ઘટના સ્થળે મોત થયું હતું. મૃતક ભચાઉ તાલુકાના ઘરાણા ગામના માજી ઉપસરપંચ હતા.