ભૂજ,તા.૧૬
ફેસબુકનું ફેક આઈ.ડી. બનાવી કચ્છની કોમી એકતાને તોડનાર બે શખ્સો સામે રિમાન્ડની કાર્યવાહી કરવાને બદલે પોલીસે ઢીલી નીતિ દાખવ્યાનો આક્રોશ અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતિએ વ્યક્ત કર્યો છે. ભૂજ શહેરના ડી.પી.ચોક તેમજ સુરલભીટ રોડ વિસ્તારમાં પકડાયેલ આરોપીઓને ઝડપી રિમાન્ડ મેળવાય તો તેની પાછળના ભેજાબાજોનો પત્તો મળે એમ છે.
ભૂજ શહેરમાં ઈસ્લામ ધર્મ વિરૂદ્ધ તેમજ મહાન પયગંબર મોહમ્મદ (સ.અ.વ.) વિરૂદ્ધ અભદ્ર ટિપ્પણી અને વાહિયાત પોસ્ટ સોશિયલ મીડિયામાં શહેરના ડી.પી. ચોક મધ્યે આવેલ આરોપીએ તેમજ સુરલભીટ રોડ વિસ્તારમાં રહેતા આરોપીએ કચ્છની એકતાને તોડવાનો તેમજ પંથકમાં ઉશ્કેરણીજનક વાતાવરણ ઊભું કરેલ. આવા આરોપીઓની રિમાન્ડની માગણી કરવી જોઈતી હતી. પણ પોલીસે મુસ્લિમ સમાજ જોડે ઓરમાંયુ વર્તન કરી. તેમને જામીન આપી દીધેલ જે યોગ્ય નથી. માટે તેમને વહેલી તકે ઘસકડ કરી રિમાન્ડ લેવા અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતિએ માગણી કરી છે. જો તેમની ધરપકડ કરી રિમાન્ડ લેવામાં નહિ આવે તો આગામી દિવસોમાં બીજા સમાજની જેમ અમારે પણ શું રોડ ઉપર ઉતરી ડખા, તોડફોટ કરવા માટે મજબુર કરશે. પોલીસ એવું ન થાય તેના માટે આરોપીઓની ધરપકડ કરી રિમાન્ડ લઈ અને તેમા મળતી કડીઓ મળી રહે અને કચ્છની કોમી એકતા ટકી રહે તેવી લાગણી વ્યક્ત કરી છે. ગત તા.૧૩/પ/૧૮ના રોજ મહેશ્વરી સમાજના ઈષ્ટદેવ અને દલિત સમાજની વિરૂદ્ધમાં અભદ્ર ટિપ્પણીની બાબતના આરોપીને પકડી પાડી (છ) દિવસના રિમાન્ડ મેળવ્યા તે બદલ પોલીસ અભિનંદનને પાત્ર છે. તો તેવા જ આરોપી મુસ્લિમ સમાજની ધાર્મિક માન્યતા વિરૂદ્ધ અભદ્ર ટિપ્પણી કરનાર અને તેમની જોડે ઘણા બધા ગ્રુપમાં જોડાયેલ વ્યક્તિઓને પશ્ચિમ કચ્છ પોલસે તેમને સહેલાઈથી જામની આપી દેતા તે મુસ્લિમ સમાજ માટે આરમાયા વર્તન રૂપ છે. ત્યારે વહેલી તકે તેઓની ધપકડ કરી રિમાન્ડ લઈ અને તેમની સાથે જોડાયેલા વ્યક્તિઓને ઝડપી લેવા જોઈએ. તેવી અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતિના પ્રમુખ ઈબ્રાહીમ જે હાલેપોત્રા તેમજ ચુસ્ત મુસ્લિમ સમાજની માંગ છે.