ભુજ,તા.૧૩
‘કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા’ આ જાહેરાત કરનાર અભિનેતા અમિતાભ બચ્ચને જ ખરા અર્થમાં કચ્છ જોયું જ નથી. જો અમિતાભ બચ્ચને કચ્છના ગામડાઓનું સાચું નિરીક્ષણ કર્યું હોય તો તેઓ આ જાહેરાત કરે નહિં. તેવી ટકોર પાટીદાર અનામત આંદોલનના પ્રણેતા હાર્દિક પટેલે કચ્છની મુલાકાત દરમ્યાન કરી હતી. ગુજરાત સરકાર દ્વારા બનાવાયેલ ‘ખુશ્બુ ગુજરાત કી’ એક કેમ્પેઈનમાં અભિનેતા અમિતાભ બચ્ચને બ્રાન્ડ એમ્બેસેડર બનાવાયા હતા. અને તેમણે કચ્છના રણમાં આ જાહેરાતનું શુટિંગ કર્યું હતું. અને કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા શબ્દોથી પ્રવાસીઓને ઘેલુ ભગાડયું હતું. પરંતુ તા.૧ર-૧૧ના રોજ પાટીદાર નેતા હાર્દિક પટેલે જણાવ્યું કે કચ્છના ગામડાઓમાં ખેડૂતોની માઠી દશા છે. કચ્છના અંતરિયાળ ગામડાઓની મુશ્કેલીઓ અમિતાભ બચ્ચને જોઈ જ નથી.