(એજન્સી) જયપુર, તા.૭
રાજસ્થાન વિધાનસભા ચૂંટણી પોતાના અંતિમ તબક્કામાં છે. રાજસ્થાનમાં ૩ વાગ્યા સુધી ૩૦ ટકા મતદાન થયું હતું. ચૂંટણી સમયે કેટલાક સ્થળોએ અથડામણના સમાચાર સામે આવ્યા છે. ત્યાં પુષ્કરથી બીએસએફ જવાન દ્વારા ભાજપ કાર્યકર્તાને મારવાના સમાચાર સામે આવ્યા છે.
પુષ્કરની રાજકીય બાલિકા સ્કૂલની બહાર બીએસએફના જવાને ભાજપ કાર્યકર્તાને તમાચો મારવાના સમાચાર છે. સમાચાર છે કે, બીએસએફ જવાને ભગવા કલરના ઓઢણને કૂતરાનું ઓઢણા પણ કહી દીધું ત્યારબાદ ભાજપ કાર્યકર્તા રોષે ભરાઈ ગયા. ત્યાર પછીથી ત્યાંનું વાતાવરણ ખરાબ થઈ ગયું. બીએસએફ જવાન દ્વારા ભગવા ઓઢણાને કૂતરાનું ઓઢણુ કહેવા પર ભાજપ પાલિકાઅધ્યક્ષ કમલ પાઠક અને ભાજપ ઉમ્મેદવાર સુરેશસિંહ રાવત ઘટના સ્થળે પહોંચી ગયા અને કાર્યકર્તાઓને સમજાવીને વાતાવરણને શાંત કર્યો અને તે બીએસએફ જવાનને તાત્કાલિક રીતે ઘટના સ્થળેથી રવાના કરવામાં આવ્યા હતા. જણાવી દઈએ કે, બાલિકા સ્કૂલની પાસે મતદાન કેન્દ્ર પર બીએસએફના સશસ્ત્ર સુરક્ષા કર્મચારીની ડ્યુટી લગાવી હતી. આ દરમ્યાન સુરક્ષા કર્મચારીએ ઘટના સ્થળે હાજર ભગવા કલરનું ઓઢેલ ભાજપ કાર્યકર્તાનું ઓઢણુ ખેંચી લીધુ અને તેને કૂતરાનો પટ્ટો ગણાવતા ભાજપ કાર્યકર્તાને તમાચો મારી દીધોે. જાણકારી મળતા જ પોલીસના ઉચ્ચઅધિકારી આવ્યા તેમજ આરોપી બીએસએફના જવાનને જીપમાં બેસાડીને લઈ ગયા અને મામલો શાંત પાડ્યો હતો.