(એજન્સી) લખનૌ, તા.ર૪
શાહજહાંનપુરમાં ટોળા દ્વારા હુમલો કરાતાં ગંભીર રૂપે ઘાયલ થયેલ એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. તેણે મોટરસાયકલને અથડાવી હોવાના આક્ષેપ પર ટોળાએ હુમલો કર્યો હતો.
ઉપરોક્ત બનાવમાં કહેવાય છે કે જ્યારે સબી એહમદ (૬૦) અને તેના પાડોશી અઝમતુલ્લાહ (પ૭) કે જે બાઈકની પાછળ બેઠો હતો. તેમની ટક્કર સુનીલ (રપ) સાથે મદનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં થઈ હતી. એફઆઈઆરમાં જણાવવામાં આવ્યું છે કે ઉપરોક્ત બનાવના સમયે બીજા ચાર વ્યક્તિઓ હાજર હતા.
દિનેશ ત્રિપાઠી, એડિશનલ સુપ્રી.ઓફ પોલીસ શહેર વિભાગના જણાવ્યા અનુસાર એક પોલીસની ટીમ હોસ્પિટલ ખાતે અઝમતુલ્લાહનું નિવેદન લેવા ગઈ હતી. પરંતુ ડોક્ટરોના જણાવ્યા અનુસાર તે બોલવાની સ્થિતિમાં ના હતો.
તે માણસ કે જેનું મંગળવારે ઈજાઓને કારણે મૃત્યુ થયું હતું તેના કુટુંબીઓએ આરોપ લગાવ્યો છે કે તે માણસનું મૃતયુ એક ટોળાએ તેના પર કરેલા હુમલાને કારણે થયું હતું. જ્યારે તેની મોટર બાઈક એક સાઈકલ સવાર સાથે શાહજહાપુરમાં અથડાઈ હતી. તેમ છતાં પોલીસે જણાવ્યું છે કે હુમલા થયા હોવાના કોઈ પુરાવા મળેલ નથી. અને અકસ્માતમાં થયેલા મૃત્યુનો કેસ નોંધ્યો છે. ઉપરોક્ત બનાવ ત્યારે બન્યો જ્યારે સબી અહમદ (૬૦) અને તેના પાડોશી (પ૭) જે બાઈકની પાછ બેઠો હતો. ત્યારે મદનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં સુનીલ (રપ) તેની બાઈક ટકરાઈ હતી. જ્યારે સબીનું તે જ રાત્રે બરેલી હોસ્પિટલમાં મૃત્યુ થઈ ગયું હતું. અઝમતુલ્લા શાહજહાનપુરની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. સુનીલ બરેલીની હોસ્પિટલમાં દાખલ છે જ્યાં તેની હાલત સ્થિર છે. સબી એહમદના દીકરા શરીફ અહમદે સુનીલ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે કે મૃત્યુ બેદરકારીને કારણે થયું છે અને મૃત્યુ અકસ્માતને લીધે થયું છે. મદનપુર પોલીસ સ્ટેશનના એસએસઓ ઓમપ્રકાશ ગૌતમના જણાવ્યા અનુસાર હવે સબી અહમદ અને અઝમતુલ્લાહના કુટુંબીઓ એવો આરોપ મૂકી રહ્યા છે કે સુનીલના સગાસંબંધીઓ કે જેઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા તેમના દ્વારા બંનેને માર મારવામાં આવ્યો હતો. સુનીલના કુટુંબ દ્વારા હજી સુધી કોઈ ફરિયાદ નોંધાવવામાં આવી નથી.
શાકીર અહમદ, સબીનો બીજા દીકરાએ ધ ઈન્ડિયન એક્ષપ્રેસને જણાવ્યું હતું કે હું પોલીસને જણાવી રહ્યો છું કે મારા પિતાનું મૃત્યુ ટોળાએ તેમના પર કરેલા હુમલાને કારણે થયું છે. પરંતુ પોલીસ આ મૃત્યુ કેસ નોંધવા માટે તૈયાર નથી. મારો ભાઈ તેમની સાથે સહમત થઈ ગયો કે મૃત્યુ અકસ્માતને કારણે થયું હતું જ્યારે પોલીસે અમને ખાતરી આપી કે તેઓ આ કેસમાં હુમલાના પુરાવા મળશે એટલે ખૂન કેસમાં ફેરવી દેશે.
એફઆઈઆરમાં જણાવવામાં આવ્યું છે કે જ્યારે અકસ્માત થયો ત્યારે બીજી ચાર વ્યક્તિઓ હાજર હતી. અઝમતુલ્લાહના કુટુંબીઓએ આજે આરોપ લગાવ્યો છે કે સુનીલના સગાસંબંધીઓ અકસ્માતના સ્થળે પહોંચી ગયા હતા અને સબી અહમદ અને અઝમતુલ્લાહ પર હુમલો કર્યો હતો અને પોલીસના આવતા પહેલાં ત્યાંથી છટકી ગયા હતા પરંતુ સબ ઈન્સ્પેક્ટર વીરપારસિંહ જે આ કેસની તપાસ કરી રહ્યા છે. તેમના જણાવ્યા અનુસાર તેમની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે કુરિયા ગામના લોકોએ પોલીસે જણાવ્યું હતું કે તેઓ ઘટના સ્થળે અકસ્માતના દસ મિનિટ પછી પહોંચી ગયા હતા અને ત્રણે વ્યક્તિઓને ત્યાં બેભાન હાલમાં પડેલી જોઈ હતી. એડિશનલ સુપ્રી.ઓફ પોલીસ દિનેશ ત્રિપાઠીના કહેવા મુજબ એક ટીમ હોસ્પિટલ ખાતે અઝમતુલ્લાહનું નિવેદન લેવા ગઈ હતી. પરંતુ ડોક્ટરોના જણાવ્યા અનુસાર તે બોલવાની સ્થિતિમાં ના હતો. તેમણે જણાવ્યું હતું કે અઝમતુલ્લાહના નિવેદન અને સબીના પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા પછી આ કેસને ખૂન કેસમાં ફેરવવા નક્કી કરવામાં આવશે. પોલીસે જણાવ્યું હતું કે આ બનાવનો કોઈ આંખે જોનાર ના કોઈ પુરાવા નથી.
સુનીલ વિરૂદ્ધ સેક્શન ૩૦૪-રે (બેદરકારીથી મોત નિપજાવવું) ૪ર૭ (તોફાનથી મોત નિપજાવવું) ૩૩૭ (જીવલેણ ઈજાઓ પહોંચાડવી) અને ૩૩૮ (સખત ઈજાઓને કારણે મૃત્યુ નિપજાવવું કલમો અનુસાર એફઆઈઆરની નોંધણી કરવામાં આવી છે.