(એજન્સી) નવી દિલ્હી, તા.૩૦
કુવૈતની જેલમાં બંધ ૧પ ભારતીયોની મોતની સજાને કુવૈતના અમીરએ ઉમરકેદમાં બદલી નાખી છે. વિદેશમંત્રી સુષ્મા સ્વરાજે ટિ્‌વટ કરતા આ જાણકારી આપી હતી. તેમણે કહ્યું કે કુવૈતના અમીરે ૧૧૯ ભારતીય નાગરિકોની સજા પણ ઓછી કરવાનો નિર્દેશ આપ્યો છે. વિદેશમંત્રીએ ટિ્‌વટ કરી લખ્યું કે ૧પ ભારતીય નાગરિકોની મોતની સજાને ઉમર કેદમાં બદલવા પર ખુશી થઈ છે. તેઓએ કુવૈતના અમીરના ઉદાર સ્વભાવનો આભાર માન્યો તેમણે કહ્યું કે દેશમાં ભારતીય દૂતાવાસ જેલથી છૂટનારા ભારતીય નાગરિકોને સહાય પ્રદાન કરશે.