(એજન્સી) મુંબઈ, તા. ૧૮
શિવસેનાએ આજે કેન્દ્ર સરકારને એવો સવાલ કર્યો છે કે અચ્છે દીનની દિવાળી ક્યાં ? છે. સેનાએ કહ્યું કે શનિવારે દિવાળીનો તહેવાર પૂરો થઈ જશે પરંતુ અર્થશાસ્ત્રનું જે દેવાળું નીકળ્યું છે તેનું શું. ભાજપની આગેવાની વાળી કેન્દ્ર સરકારની આર્થિક નીતિઓની ઝાટકણી કાઢતાં સેનાએ કહ્યું કે નોટબંધી અને જીએસટીને કારણે લોકોની દિવાળી બગડી. સરકારે લોકોની લાગણીઓ સાથે ખેલવાનું કામ કર્યું છે. આજે દેશમાં પરિસ્થિતિ એવી છે કે જુઠાણાઓ ફેલાવવામાં આવી રહ્યાં છે. લોકોએ ખોટી આશાઓ માટે સરકારને પૈસા ચુકવવાની તૈયારી કરી રાખવી પડે છે. સેનાના મુખપત્ર સામનામાં પ્રકાશિત થયેલા એક લેખ અનુસાર દિવાળીના તહેવારમાં પૂજા અર્ચના કરતી વખતે લોકોએ પ્રાર્થના કરવી જોઈએ કે તેમના જીવનમાં ફરી એક વાર નોટબંધીનો રાક્ષસ ન આવી જાય અને તેેમનું જીવન ન બગાડે. અને તેમના મહામહેનતે કમાયેલા નાણા ન આંચકી જાય. સેનાએ કહ્યું કે નોટબંધી અને જીએસટીને કારણે અર્થશાસ્ત્ર ભાંગી પડ્યું છે બાંધકામ ક્ષેત્ર અને વેપારીઓએ છેલ્લા ૧૧ મહિનાથી ગ્રાહકોની રાહ જોઈ રહ્યાં છે. શનિવારે દિવાળીનો તહેવાર પૂરો થઈ જશે પરંતુ અર્થશાસ્ત્રનું જે દેવાળું નીકળ્યું છે તેનું શું.અચ્છે દીનની દિવાળી ક્યાં ? છે. ખેડૂતોના આપઘાત શા માટે અટકી રહ્યાં નથી. કોણે કહ્યું કે ફૂગાવા દરને નીચો લાવવામાં આવશે અને તેઓ શા માટે નિષ્ફળ નીવડ્યાં છે. આપણે તહેવારની ઉજવણી કરતાં અને ફડાકટાં ફોડતા કોણ અટકાવી રહ્યું છે. શા માટે બેરોજગારી વધી રહી છે. આવા ઘણા સવાલોએ લોકોને લાચર બનાવી દીધાઅચ્છે દીનની દિવાળી ક્યાં ?