(એજન્સી) લંડન,તા.૧૩
છોકરીઓને મોટાભાગે સ્ટાઈલિસ બૂટ પહેરવાનો શોખ હોય છે. વિશેજ્ઞોએ ચેતવણી આપી છે કે બૂટ છોકરીઓના પગ માટે અત્યંત હાનિકારક હોય છે.
હાડકાના એક ડોક્ટર ઈયાન મૈકડર્મોટને જણાવ્યું છે કે, શિયાળામાં પહેરવામાં આવતા ઉગબુટસથી છોકરીઓના પગને ગંભીર તકલીફ થઈ શકે છે. તેમણે કહ્યું એનાથી છોકરીઓના ઢીંચણને નુકસાન પહોંચી શકે છે. પગ પર બધો વજન આવવાથી પગની માંસપેશિઓમાં ગંભીર ઈજા થવાની શક્યતા રહે છે. લંડન બ્રિજ હોસ્પિટલમાં કંસલ્ટેટના રૂપમાં કામ કરવાવાળા મૈકડર્મોટના મતાનુસાર, આ પ્રકારના બૂટ પહેરવાની આદતથી ઊભા થવામાં તકલીફ થઈ શકે છે. જેનાથી ઢીંચણના આકારમાં ફેરફાર થઈ શકે છે. વધારે સમય સુધી તેને પહેરી રાખવાથી ઢીંચણની અંદર રહેલા નરમ હાડકા સંપૂર્ણપણે ખરાબ થઈ જાય છે. જેને સર્જરીથી બદલવું એક માત્ર ઉપાય છે.
સ્વાસ્થ્ય :
– સાંધાની માંસપેશીઓમાં ગંભીર ઈજા પહોંચવાની બીક રહે છે.
– ઢીંચણની અંદરના નરમ હાડકા ખરાબ થયા પછી સર્જરીની શક્યતા/સંભાવના.