(સંવાદદાતા દ્વારા) સુરેન્દ્રનગર, તા.૧૮
સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકામાં સતત હત્યાના બનાવો બન્યા છે. લીંબડીના મોટી કઠેચીગામે એક જ જ્ઞાતિના ઝઘડામાં હત્યા કરાઈ હોવાનો બનાવ બનતા લીંબડીમાં લોકોમાં ભયના ઓથાર હેઠળ ભારે હાહાકાર સર્જાવા પામ્યો છે.
આ બનાવ અંગેની વિગતો અનુસાર લીંબડીના મોટી કઠેચી ગામે ફકીર પરિવારના બે કુટુંબો વચ્ચે જૂના લગ્ન પ્રસંગમાં લેણા-દેણાની બાબતમાં સમાધાન માટે બેઠા હતા ત્યારે બોલાચાલીમાં બંને પરિવારજનો વચ્ચે ભારે ઘમસાણ સર્જાવા પામેલ હતું. જ્યારે આ બબાલમાં ત્રણ વ્યક્તિઓ ઘાયલ થયા છે. જેમાં એકની હાલત નાજુક જણાવાઈ રહી છે. જેને અમદાવાદ સારવાર માટે ખસેડવામાં આવ્યો છે ત્યારે તેનું સારવાર મળે તે પહેલાં જ જહુરશા રહીમશાનું મોત થયું છે. જ્યારે અન્ય વ્યક્તિઓને વિરમગામ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. જેમાં દિલાવરશા આમરામશા, સલીમશા દિલાવરશાને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. પાણસિણા પોલીસ જાણકારી મેળવી અને ફરિયાદ નોંધી આગળની તપાસ કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.