(એજન્સી) નવી દિલ્હી, તા.૧૧
ભાજપના કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ રાજ્યમંત્રી સત્યપાલસિંહે એક હાસ્યાસ્પદ નિવેદન કર્યું છે. સત્યપાલે જીન્સ પહેરવાને લઈને નિવેદન કર્યું છે. મંત્રીએ રવિવારે ગોરખપુરમાં મહારાણા પ્રતાપ શિક્ષા પરિષદના સ્થાપન દિવસ સમારોહમાં કહ્યું કે કોઈપણ છોકરાએ છોકરી સાથે લગ્ન કરવા નહીં માંગે, જે લગ્નની વિધિ જીન્સ પહેરીને કરવા માંગતી હોય. મુંબઈના કમિશનર રહી ચૂકેલા સત્યપાલસિંહે કહ્યું કે જો કોઈ છોકરી જીન્સ પહેરીને લગ્નની વિધિમાં જશે તો કેટલા છોકરાઓ તેનાથી લગ્ન કરવા ઈચ્છશે ? સત્યપાલસિંહ એટલેથી જ નહીં રોકયા આગળ તેમણે સંતો પર પણ ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું કે કોઈ માણસ જો કહેવા લાગે કે હું જીન્સ પહેરીને કોઈ મંદિરનો મહંત બની જઈશ તો શું લોકો તેને પસંદ કરશે ? કોલેજ કેમ્પસમાં જીન્સ અને પટિયાલા સૂટ પહેરીને આવવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. કોલેજના કલાસરૂમમાં મોબાઈલ ફોન પર પણ પ્રતિબંધ છે.