લખનૌ, તા. ૭
બડા અને છોટા ઇમામબાડાનો વહીવટ કરતા હુસૈનાબાદ ટ્રસ્ટની સત્તાવાળાઓ દ્વારા આશ્ચર્યજનક વલણ દાખવી આ વર્ષે મુહર્રમ દરમિયાન તબર્રુક વહેંચવાની પ્રથાને રોકવાનો પ્રયાસ કર્યો હતો. આ તબર્રુકમાં સામેલ રોટી, શીરમલ અને બટાકાની કરી ધર્મ અને પંથમાં માનનારા ગરીબ લોકોમાં વહેંચવામાં આવે છે. આ પ્રથા ૧૮૫૮માં નવાબ મોહંમદઅલી શાહ દ્વારા હુસૈનાબાદ અને સંલગ્ન ટ્રસ્ટની રચના કરી ત્યારથી શરૂ કરાઇ છે. ત્યારથી મોહંમદઅલીની વસીયત અનુસાર છોટા ઇમામબાડાની મસ્જિદ ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને મોહર્રમના નવ દિવસો દરમિયાન તબર્રુક વહેંચી રહી છે. વહેંચણી સાથે તબર્રુકને નવાબના ઘરે પણ મોકલાય છે જોકે, આ પ્રથાનો ઘણા લોકોએ વિરોધ કર્યો હતો.
પરંતુ આ વર્ષે હુસૈનાબાદ અને સંલગ્ન ટ્રસ્ટોનું સંચાલન કરતા લખનઉ વહીવટીતંત્ર તબર્રુક વહેંચવાની પ્રથાને રોકવાની યોજના ઘડી રહ્યું છે. સૂત્રો અનુસાર જિલ્લા કલેક્ટર કૌશલ રાજ સહિત લખનઉ જિલ્લા વહીવટીતંત્ર, એડિશનલ ડિસ્ટ્રીક્ટ મેજિસ્ટ્રેટ સંતોષકુમાર વૈશ અને ખાસ ફરજ બજાવતા અધિકારી હુસૈન નકવીએ ઓગસ્ટના અંતે એક બેઠક કરી હતી. એડિશનલ સિટી મેેજિસ્ટ્રેટ ચંદનકુમાર પટેલ સાથે આ અધિકારીઓ હુસૈનાબાદ અને સંલગ્ન ટ્રસ્ટનું સંચાલન કરે છે. સામાન્ય રીતે આ બેઠક રાજપરિવારની હાજરીમાં યોજાય છે પરંતુ આ વર્ષે રાજપરિવારના સભ્યોને બેઠક માટે જાણ કરાઇ જ નહોતી. બેઠકમાં એવો પણ નિર્ણય પસાર કરી દેવામાં આવ્યો કે, આ વર્ષથી તબર્રુક વહેંચણી નહીં કરાય. પરંતુ સાંકેતિક રીતે ફક્ત શીરમલ વહેંચવામાં આવશે. બેઠકના પરિણામે ઘઉં, કઠોળ, માંસ અને અન્ય ખાવાના પદાર્થોના ટેન્ડર બહાર પડાયા નહોતા, જોકે, મોહર્રમના કેટલાક અઠવાડિયા પહેલા જ આ પ્રક્રિયા પૂર્ણ કરી લેવામાં આવે છે. તેના બદલે ટ્રસ્ટનું સંચાલન કરતા વહીવટીતંત્રે ફક્ત શીરમલ અને બ્રેડ માટે ટેન્ડર બહાર પાડ્યા અને તેમાં પણ એવું જણાવી દેવામાં આવ્યું કે, જે વ્યક્તિ સૌથી ઓછા ભાવે બ્રેડ આપી શકશે તેને જ ટેન્ડર ફાળવવામાં આવશે.
આ નિર્ણયને કારણે પૂર્વ નબાવના પરિવારજનો ખફા થયા છે અને વહીવટીતંત્ર સાથે છેલ્લી પાયરીની લડાઇ લડી લેવાની યોજના બનાવી રહ્યા છે. અવધના બેગુમત રોયલ ફેમિલીના રાષ્ટ્રીય અધ્યક્ષ ફરાહાના માલિકીએ જણાવ્યું હતું કે, મારી સીધી સમજ અનુસાર કલેક્ટર, એડિશનલ ડિસ્ટ્રીક્ટ મેજિસ્ટ્રેટ અને ખાસ અધિકારી દ્વારા કયા આધારે આ નિર્ણય લઇ લેવામાં આવ્યો ? શું તબર્રુકનો ખર્ચ તેઓ ઉપાડે છે ? ના, મોહંમદ શાહ આ તબર્રુક માટે ઘણું બધું છોડી ગયા છે અને એ નવાબો જ છે જેઓ આ ખર્ચ ઉપાડે છે.
એડિશનલ ડિસ્ટ્રીક્ટ મેડિસ્ટ્રેટ સંતોષકુમારે જણાવ્યું હતું કે, આ ભોજન સુખી અને સંપન્ન એડિશનલ ડિસ્ટ્રીક્ટ મેડિસ્ટ્રેટ સંતોષકુમારે જણાવ્યું હતું કે, આ ભોજન સુખી અને સંપન્ન લોકો પાસે ન જવું જોઇએ. અને અમે તેને રોકવા માગીએ છીએ. પરંતુ ઘણા અર્થમાં આ વહેંચણી ચિંતાજનક છે તેથી અમારે આ અંગે નિર્ણયો લેવાના બાકી છે. શીરમલ ટેન્ડર અંગે વૈશે જણાવ્યું હતું કે, કાચા માલ લાવવા અને તેને રાંધવા માટે ઘણું કામ કરવું પડે છે. આને દૂર કરવા માટે અમે બ્રેડનું ટેન્ડર સીધું મગાવ્યું છે. જે સૌથી ઓછા ભાવ આપશે તેને શીરમલનું ટેન્ડર આપવામાં આવશે. મલિકીએ આ આદેશ સામે વાંધો ઉઠાવતા જણાવ્યું હતું કે, જ્યારે અમે પોતાના ખર્ચે ગરીબોને જમાડીએ છીએ તો તેઓ શા માટે ચિતાતૂર બને છે ? તેઓ શિયા અને સુન્નીઓમાં અંતર પેદા કરવા માગે છે. પરંતુ તેઓ જાણતા નથી કે, સમુદાયને હેરાન કરવાનો પ્રયાસ તેમના માટે નકારાત્મક સાબિત થશે.
જ્યારથી યોગી આદિત્યનાથ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી બન્યા છે ત્યારથી એવો ટ્રેન્ડ ચાલી ગયો છે કે, કેટલીક શિયા સંસ્થાઓ અને નેતાઓ ભાજપના એજન્ડાને સપોર્ટ કરતા જોવા મળ્યા છે. જેમાં મંત્રી મોહસીન રઝા અથવા શિયા વકફ બોર્ડના ચેરમેન વસીમ રિઝવી રામ મંદિરનું સમર્થન કરી રહ્યા છે. જ્યારે શિયા સંગઠનો ભાજપને સમર્થન કરતા જોવા મળી રહ્યા છે. પરંતુ હુસૈનાબાદ અને સંલગ્ન ટ્રસ્ટ શિયા મુસ્લિમો વિરૂદ્ધ પગલાં લેવા વિચારી રહ્યા છે. બીજી તરફ મલિકીએ યોગી સાથે સંપર્ક હોવાનો ઇન્કાર કરતા જણાવ્યું હતું કે, આ કોઇ સરકાર નથી પરંતુ વહીવટીતંત્ર છે. આ સાથે જ દાવો છે કે, આ વર્ષે બકરી ઇદ પર ઉંટની કુરબાની રોકવાનો નિર્ણય લેનારા કૌશલરાજ શર્માએ આ નિર્ણય લીધો હોવો જોઇએ. રાજ્યમાં યોગી સરકાર બની ત્યારે શર્માની લખનઉમાં વરણી થઇ હતી. પાંચમી સપ્ટેમ્બરે યોજાયેલી બેઠકમાં ફરહાના મલિકી, નવાબ કયામ મેહદી, મૌલાના અકીલ હસન અને પ્રિન્સ આમિર નવાબ હાજર રહ્યા હતા. આ બેઠક વહીવટીતંત્ર દ્વારા લેવાયેલા નિર્ણય સામે લડવા માટે યોજાઇ હતી. ફરહાના મલિકીએ આ નિર્ણયને સમર્થન આપવા માટે ઓસડી નાસિર નકવી પર આરોપ લગાવ્યો હતો. રોયલ ફેમિલીએ ચિંતા વ્યક્ત કરી હતી કે, ઇમામબાડાઓ અને મસ્જિદો દ્વારા ટ્રસ્ટની આવક વધી રહી હોય તો વહીવટીતંત્ર સમાજમાં ભાગલા પડાવવા શા માટે આવા નિર્ણયો લઇ રહ્યું છે. મલિકીએ જણાવ્યું હતું કે, આ નિર્ણય જો વહેલી તકે પરત ખેંચવામાં નહીં આવે તો અમે આંદોલન છેડીશું અને ટ્રસ્ટમાંથી કોઇપણ એક પણ પૈસો લઇ શકશે નહીં. સ્થાનિકોએ આ પગલાના ભાગરૂપે કોઇ તબર્રુક નહીં કરવાનો નિર્ણય પણ લીધો હતો. સ્થાનિક શકીલ રિઝવીએ જણાવ્યું હતું કે, જો તેઓ સુખી અને નવાબના પરિવારોના ઘરોમાં ભોજન વહેંચવાને બંધ કરવાની યોજના બનાવી રહ્યા છે તો આ વાજબી તર્ક છે. પરંતુ તેઓએ બધા માટે ટેન્ડર બહાર પાડ્યો નથી. આમાંથી કોઇ અનુમાન લગાવી શકે છે.
(સૌ.ઃ ટુ સર્કલ)