અમદાવાદ, તા.૨૨
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદની મુલાકાતે આવનાર છે. જેને લઈ સોશિયલ મીડિયામાં અનેક રમૂજ ફેલાઈ છે અને લોકો કટાક્ષ કે વ્યંગ કરવાનો એક પણ મોકો જતો કરતા નથી, ત્યારે ટ્રમ્પના ગુજરાતમાં મારૂં ૧ કરોડથી વધુ લોકો અભિવાદન કરશે, તેવા વહેતા થયેલા નિવેદન બાદ સોશિયલ મીડિયામાં રમૂજ ફેલાઈ છે, ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાએ સોશિયલ મીડિયાના માધ્યમથી ટ્રમ્પને ફેંકું ગણાવ્યા છે. ગુજરાત કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયા આજકાલ તાજેતરમાં સોશિયલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે. થોડા દિવસ અગાઉ સેક્સમાં ઉત્તેજના માટે વપરાતી વાયગ્રાનો ઉલ્લેખ કરીને નાણામંત્રી નિર્મલા સીતારામન પર નિશાન સાંધ્યું હતું. હવે ફરીથી લલિત વસોયાએ ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદન અંગે વિવાદિત ટિપ્પણી કરી છે. કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાએ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને ફેંકુ ગણાવ્યા છે. ટ્રમ્પે ગઈકાલે (શનિવારે) એક નિવેદન આપ્યું હતું જેમાં તેમણે જણાવ્યું કે ગુજરાતમાં મારું ૧ કરોડથી વધુ લોકો અભિવાદન કરશે. આ નિવેદન બાદ સોશિયલ મીડિયામાં કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાએ એક પોસ્ટ કરી હતી. આ પોસ્ટમાં તેમણે ડોનાલ્ડ ટ્રમ્પને ફેંકુ ગણાવ્યા હતા. ગુજરાતમાં સ્વાગત કરનાર લોકોની સંખ્યા અંગે પણ વસોયાએ ટિપ્પણી કરી હતી. સોશિયલ મીડિયામાં લલિત વસોયાની પોસ્ટ વાયરલ થતા ફરી હોબાળો થાય તો નવાઈ નહીં. નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમને લઈને ટ્રેમ્પે કરેલા નિવેદન અંગે વસોયાએ વડાપ્રધાન મોદીને ફેકુ ગણાવ્યા બાદ ડોનાલ્ડ ટ્રેમ્પને પણ ફેંકુ ગણાવ્યા હતા. હાલ સોશિયલ મીડિયામાં વસોયાની વિવાદિત પોસ્ટ વાયરલ થઈ રહી છે. વસોયાએ બંને મહાનુભાવોની પોસ્ટ મૂકીને કટાક્ષ કર્યો હતો.