Ahmedabad

હાર્દિકમાં તાકાત હોય તો ૫ હજાર પાટીદાર ભેગા કરી બતાવે : લાલજી પટેલ

અમદાવાદ, તા.૧૨
અમદાવાદ ખાતે કૉંગ્રેસની વર્કિંગ કમિટીની બેઠક પૂર્ણ થઇ ગઇ છે. બેઠકમાં રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, સોનિયા ગાંધી, મનમોહનસિંહ સહિતનાં દિગ્ગજો ઉપસ્થિત રહ્યા હતાં. આ દરમિયાન પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દીક પટેલે કોંગ્રેસનો હાથ પકડી લીધો છે. હાર્દિક પટેલ કોંગ્રેસમાં વિધિવત રીતે જોડાઇ ગયા છે અને કહ્યું છે કે, આગામી લોકભાની ચૂંટણી તે પાર્ટી દ્વારા ફાળવવામાં આવેલ સીટ પરથી લડશે. આ પ્રસંગે હાર્દિક પટેલ પર એસપીજીના લાલજી પટેલના પ્રહાર કરી તેને સત્તા લાલચું ગણાવ્યો હતો. લાલજી પટેલે જણાવ્યું હતું કે, પાટીદાર લોકોએ હાર્દિકને સમાજના મુદ્દે પ્રેમ કર્યો હતો. સમાજને પૂછ્યા વગર અને સાથે રાખ્યા વગર હાર્દિકે કોંગ્રેસમાં જોડાવવાનો નિર્ણય કર્યો છે. હવે હાર્દિકમાં તાકાત હોય તો ૫ હજાર પાટીદાર ભેગા કરી બતાવે. હાર્દિક જ્યાં ચૂંટણી લડશે ત્યાં પાટીદારો તેનો વિરોધ કરશે.