હાર્દિક પટેલને સભામાં લાફો મારવા મામલે મહેસાણાના એસપીજી ના અધ્યક્ષ લાલજી પટેલનું નિવેદન સામે આવ્યું છે. હાર્દિક પટેલ સાથે આજે જે થયું તે એક પાટીદાર સમાજનું અપમાન છે. પાટીદાર આગેવાન કોઈ પણ પાર્ટી સાથે જોડાઈ શકે છે. અનામત આંદોલન સમયે કોઈ પણ આંદોલનકારીએ કોઈ પણ પક્ષમાં જોડાવું નહીં એવું નક્કી થયું હતું. પરંતુ હાર્દિક કૉંગ્રેસમાં જોડાયો છે. લાલજીએ કહ્યું કે, સામાન્ય રીતે નેતાઓ સાથે આ પ્રકારની ઘટનાઓ બનતી આવી છે જેમાં હાર્દિક આજે ભોગ બન્યો છે. એક પાટીદાર નેતા સાથે જે થયું એ ખૂબ દુઃખદ બાબત છે.