અમદાવાદ,તા.ર
રાજકોટમાં ૮૦ ફુટ રોડ પર બાબરાના શ્રમિક પરિવારની ૮ વર્ષની દીકરીનું અપહરણ કરી દુષ્કર્મ આચરનાર નરાધમ પોલીસના પંજામાં છે. ત્યારે આ નરાધમે હરદેવ મશરૂએ પોલીસને ચોંકાવનારી કબૂલાત આપતા જણાવ્યું હતું કે તે રાતે મારી પાસે રૂપલલનાને ચુકવવાના પૈસા નહોતા એટલે મે બાળકીને ઉઠાવી જઈ આ દુષ્કર્મ આચર્યુ હતું. દુષ્કર્મનો આરોપી નરાધમ હરદેવ રાત ભર હવાલાતમાં હવાતિયાં મારતો હતો કે ખોટું થઈ ગયું મને નિંદર નથી અમાવતી તેવા ઢોંગ કરતો હતો. પોલીસને આપેલી કબૂલાત આપતા જણાવ્યું હતું કે, હા સાયબ મેં જ આવું કર્યું હતું. હું કુંવારો છું, રોજ કોથળી પીવાની ટેવ છે, મને જયારે પણ સેકસની ઈચ્છા થાય ત્યારે હું ભાવનગર રોડ પર જઈ લલના સાથે મજા કરતો રહું છું. પણ એ રાતે મારી પાસે લલનાને ચુકવવાના પૈસા નહોતા અને લટાર મારતો-મારતો બગીચા તરફ પહોંચ્યો ત્યારે બાળકીને સૂતેલી જોઈ તેની સાથે વાસના સંતોષવાની ઈચ્છા થઈ હતી અને તેને ઉઠાવી લીધી હતી. હું દરરોજ પોલીસથી બચવા જે પુલિયા નીચે બેસીને દારૂ પીતો હતો એ જગ્યાએ કોઈ આવતું જતું ન હોવાથી બાળાને ત્યાં જ લઈ ગયો હતો. મહિલા પોલીસ પાંચ દિવસના રિમાન્ડ માગશે. હવે પોલીસ દસ દિવસ પ્રોહિબિશનની ડ્રાઈવ ચલાવશે. રાજકોટ શહેર પોલીસને ઈનામમાં મળેલી રોકડ રકમ બાળકીના પરિવારજનોને સોંપવામાં આવી છે. પોલીસ અધિકારીઓ દ્વારા કુલ ૭૦ હજાર રોકડ રકમ બાળકીના પરિવારજનોને આપવામાં આવી છે બાળકીના ઉજજવળ ભવિષ્ય માટે આ રકમ સોંપવામાં આવી છે. હરદેવ ગત શુક્રવારે રાતે ચીક્કાર નશાની હાલતમાં હતો. બાળાને તેના પરિવારજનો સાથે સૂતેલી જોઈને ઉઠાવવા માટે ત્યાં ગયો હતો. પરંતુ કૂતરા ભસતાં અને પાછળ દોડતા તે ભાગી ગયો હતો. એ પછી રાતે ફરીથી પહોંચ્યો હતો. સૂતેલી બાળાને તેના જ ગોદડા સમેત ઉઠાવી ગોદડાથી જ મોઢે મુંગો દઈ નજીકના પુલ નીચે લઈ ગયો હતો અને ત્યાં છરી બતાવી બાળા સાથે મોબાઈલ ફોનની ટોર્ચ લાઈટથી અજવાળુ કરી દુષ્કર્મ આચર્યું હતું. બાળા આ હેવાનિયતને કારણે લોહીલુહાણ થઈ ગયા પછી તે કપડા પહેરી હમણા આવું તેમ કહીને બાળાને ત્યાં જ મુકી ભાગી ગયો હતો. બાદમાં દુષ્કર્મ આચર્યું એ સ્થળથી થોડે જ દુર રેતીના ઢગલા પર જઈ સૂઈ ગયો હતો.