(એજન્સી) ઝારખંડ, તા.ર૧
ચારા કૌભાંડ સાથે સંકળાયેલા કેસમાં સજા ભોગવી રહેલા આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવને ટ્‌વીટ કરી પોતાના વિરોધીઓ પર નિશાન સાધ્યું છે. લાલુએ ટ્‌વીટ કરી લખ્યું છે કે,
અભી ગનીમત હે સબ્રમેરા
અભી લબાલબ ભરા નહીં હું
વહ મુજકો મુર્દા સમજ રહા હે
ઉસે કહો મેં મરા નહીં હું
લાલુએ આ ઈશારો પોતાની સજા અને ર૦૧૯માં થનારી ચૂંટણી અંગે કર્યો છે. લાલુએ આ ટ્‌વીટની સાથે એક મેગેઝિન જે બુક સ્ટોલમાં લાગેલી છે. તેના કવર ફોટોને પણ શેર કર્યો છે. તેનાથી પહેલા પણ લાલુ સમય-સમયે નિશાન સાધી ચૂક્યા છે. લાલુ હાલમાં રાંચીના રિમ્સમાં સારવાર હેઠળ છે. હાલમાં જ તેમની જામીન અરજી ઝારખંડ હાઈકોર્ટે નકારી કાઢી હતી ત્યાર પછી આ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, લાલુને જેલમાંથી કાઢવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.
લાલુની ગેરહાજરીમાં મહાગઠબંધનમાં અત્યાર સુધી બેઠકોની વહેંચણી પણ થઈ શકી નથી. જો કે તેમને મળવા માટે દર શનિવારે ઘટક દળના નેતા રાંચી ચોક્કસ જાય છે.