તા.૩
બિહારના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન લાલુ યાદવ જેલમાં બેઠાબેઠા પણ રાજકારણ રમી રહ્યાં છે. એેવા રાજ્યના મુખ્ય પ્રધાન નીતિશ કુમારના વિધાન પછી જેલના સત્તાવાળા ટેન્શનમાં આવી ગયા હતા અને વારંવાર લાલુની કોટડીની તલાશી લઇ રહ્યા હોવાના અહેવાલ મળ્યા હતા. જેલમાં બેઠાબેઠા બિહારને હચમચાવતા હોવાથી આ કદાવર નેતાની બેરેક બહાર નીતિશે સ્કેનર ગોઠવ્યા છે. લાલુના ઓરડાની તલાશી લેવાઈ લાલુ યાદવ હાલ રાંચીની રીમ્સ હૉસ્પિટલના પેઇંગ વોર્ડ નંબર ૧૦માં કારાવાસ ભોગવી રહ્યા છે. સંસદીય ચૂંટણી જાહેર થઇ ગયા બાદ લાલુના પરિવારમાં સતત ખેંચતાણ થવા લાગી હતી. એમના પુત્ર તેજસ્વી યાદવ અને અન્યો વચ્ચે સત્તા મેળવવા ખેંચતાણ શરૂ થઇ હતી. રાંચીના પોલીસ સુપરિન્ટેન્ડન્ટ સુજાતા વીણાપાણિ, જેલ સુપરિન્ટેન્ડન્ટ અશોક કુમાર ચૌધરી અને સદર ડીએસપી દીપક કુમાર પાંડેએ પોતે લાલુના ઓરડાની તલાશી લીધી હતી પરંતુ કશું વાંધાજનક મળ્યું નહોતું.
બંને ભાઇઓ વચ્ચેની કડવાશ સપાટી પર આવી ગઇ હવે લાલુના રૂમને ચારેબાજુથી ઘેરી લેવામાં આવ્યો છે અને રૂમની બહાર સ્કેનર લગાડવામાં આવ્યું છે. ડૉક્ટર અને તબીબી સ્ટાફે પણ આ સ્કેનરમાંથી પસાર થવું પડે છે. રાજકારણમાં ઝંપલાવ્યાના બે જ વર્ષ બાદ એટલે કે ૨૦૧૫માં લાલુપ્રસાદ યાદવે બંને પુત્રોને બિહાર વિધાનસભાની ચૂંટણીમાં મેદાનમાં ઉતાર્યાં. ચૂંટણીમાં બંને ભાઇઓ વિજેતા પણ બન્યા અને નાના ભાઇ તેજસ્વી પ્રમોશન મેળવીને જેડીયૂ સાથેની ગઠબંધન સરકારમાં નાયબ મુખ્યમંત્રી બન્યા તો મોટા ભાઇ તેજપ્રતાપે સ્વાસ્થ્ય મંત્રીનું પદ મેળવીને સંતોષ માનવો પડયો. કહેવાય છે કે તેજપ્રતાપને લાલુપ્રસાદ યાદવનો આ નિર્ણય ઘણો ખટક્યો અને બસ ત્યારથી જ તેઓએ બળવાખોર તેવર ધારણ કર્યાં. હાલ લાલુપ્રસાદ યાદવ જેલમાં છે અને બંને ભાઇઓ વચ્ચેની કડવાશ સપાટી પર આવી ગઇ છે. લાલુપ્રસાદનો નિર્ણય ભેદભાવભર્યો નહીં પરંતુ વિવેકપૂર્ણ હતો. ખરેખર તો તેજસ્વી યાદવ હવે લાલુપ્રસાદ યાદવના રાજકીય વારસદાર તરીકે ઉપસી ચૂક્યાં છે. પરિવારના મોટા પુત્ર હોવાના નાતે તેજપ્રતાપને એ જ ખટકી રહ્યું છે. તેમના મનમાં એ ખટકો રહી ગયો છે કે મોટા હોવાના નાતે લાલુપ્રસાદના રાજકીય વારસદારનો હોદ્દો તેમને મળવો જોઇતો હતો. જોકે લાલુપ્રસાદ યાદવના પરિવારને નિકટથી ઓળખતાં લોકોનું કહેવું છે કે નાના પુત્ર તેજસ્વીને આગળ ધરવાનો લાલુપ્રસાદનો નિર્ણય ભેદભાવભર્યો નહીં પરંતુ વિવેકપૂર્ણ હતો. આમ પણ છેલ્લા થોડા સમયથી તેજપ્રતાપ યાદવ જે નાદાનિયતભર્યું વર્તન કરી રહ્યાં છે એ જોતાં લાલુપ્રસાદનો આ નિર્ણય યોગ્ય પણ જણાય છે.