(એજન્સી) નવી દિલ્હી, તા.૧૦
ચારા કૌભાંડમાં જેલમાં કેદ આરજેડી પ્રમુખ લાલુ પ્રસાદ યાદવની જામીન અરજી સુપ્રીમ કોર્ટે નકારી કાઢી છે. લાલુ યાદવે આરોગ્યનો હવાલો આપતા જામીન માંગ્યા હતા. પરંતુ સીબીઆઈએ તેમની જામીન અરજીનો વિરોધ કર્યો હતો. સીબીઆઈએ જણાવ્યું હતું કે લાલુ યાદવ લોકસભા ચૂંટણી માટે જામીન માંગી રહ્યા છે. જામીન અરજી નકાર્યા બાદ લાલુ યાદવે ટ્‌વીટ કરી જણાવ્યું કે ૪૪ વર્ષમાં પ્રથમ ચૂંટણી છે. જેમાં હું તમારી વચ્ચે નથી. ચૂંટણી ઉત્સવમાં તમારા બધાના દર્શન ના થવાનો અફસોસ છે. તમારી અછત અનુભવાઈ રહી છે. માટે જેલમાંથી જ તમારા બધાને નામ પત્ર લખ્યો છે. આશા છે તમે તેને વાંચશો તેમજ લોકતંત્ર અને બંધારણને બચાવશો. જય હિન્દ, જય ભારત, લાલુ યાદવે પોતાના આ ટ્‌વીટની સાથે એક પત્ર શેર કર્યો છે.
લાલુ યાદવે તેમાં લખ્યું છે કે ‘આ સમયે જ્યારે બિહાર એક નવી ગાથા લખવા જઈ રહ્યું છે. લોકતંત્રનો ઉત્સવ ચાલી રહ્યો છે. અહીં રાંચીની હોસ્પિટલમાં એકલો બેસીને વિચારી રહ્યો છું કે શું વિધ્વંશકારી શક્તિઓ મને આ રીતે કેદ કરાવીને બિહારમાં ફરી ષડયંત્રની પટકથા લખવામાં સફળ થઈ શકશે. મારા રહેતા બિહારવાસીઓની સાથે ફરીથી છેતરપિંડી નહીં થવા દઉં. હું કેદમાં છું મારા વિચાર નથી. પોતાના વિચારોને તમારી સાથે શેર કરી રહ્યો છું., કારણ કે એક બીજા સાથે વિચારો શેર કરવાથી જ આપણે આ ભાગલા પાડવાવાળી શક્તિઓથી લડી શકીએ છીએ. આ વખત ચૂંટણીમાં બધું દાવ પર લાગેલું છે. આ વખત ચૂંટણી પહેલાં જેવી નથી. દેશ, સમાજ લાલુ એટલે તમને સરખામણીથી માથું ઉઠાવીને ચાલવાની હિંમત આપનારા અને તમારો હક, ઈજજ્ત અને ગરિમા બધું દાવ પર છે. લડાઈ આર-પારની છે. મારા ગળામાં સરકાર અને ચાલબાજોનો ગાળો ફસાયેલો છે. ઉંમરની સાથે શરીર સાથ નથી આપી રહ્યું પરંતુ શાન અને પ્રમાણિકતાની લડાઈમાં લાલુનો હુંકાર હંમેશા રહેશે.
લાલુ પ્રસાદ યાદવ માટે સુપ્રીમ કોર્ટનો આ નિર્ણય એટલા માટે પણ સૌથી મોટો આંચકો છે. કારણ કે ૧૯૭૭ પછી એવું પ્રથમ વખત હશે કે લાલુ પ્રસાદ યાદવ કોઈપણ ચૂંટણી પ્રચારમાં સામેલ થશે નહીં. જણાવી દઈએ કે ર૦૧૪ની લોકસભા ચૂંટણી અને ર૦૧પમાં બિહાર વિધાનસભા ચૂંટણીમાં પોતાની પાર્ટી માટે લાલુ પ્રસાદે પ્રચાર કર્યો હતો. જો કે તે સમયે પણ તેઓ જેલમાંથી જામીન પર બહાર આવ્યા હતા. એટલું જ નહીં જ્યાં સુધી ચારા કૌભાંડોના જ એક કેસમાં સીબીઆઈની સ્પેશ્યલ કોર્ટમાં દોષી જાહેર થયેલા લાલુ પ્રસાદ યાદવને હાઈકોર્ટ મુક્ત નથી કરી દેતી ત્યાં સુધી લાલુ પ્રસાદ યાદવનું જેલમાંથી બહાર નીકળવું ઘણું મુશ્કેલ છે. જણાવી દઈએ કે લાલુ પ્રસાદને ૯૦૦ કરોડ રૂપિયાથી વધુના ચારા કૌભાંડથી સંબંધિત ત્રણ કેસમાં દોષી જાહેર થઈ ચૂક્યા છે. આ કેસ ૧૯૯૦ના દશકામાં જ્યારે ઝારખંડ બિહારનો ભાગ હતો. ધોકાથી પશુપાલન વિભાગમાં ખજાનામાંથી રોકડ નીકાળવાથી સંબંધિત છે. લાલુ પ્રસાદે હાઈકોર્ટમાં જામીન માટે પોતાની ઉંમર અને બગડતા આરોગ્યનો હવાલો આપતા જણાવ્યું હતું કે તેઓ ડાયાબિટીસ, બ્લડપ્રેશર અને અન્ય રોગોથી પીડાઈ રહ્યા છે અને તેમને ચારા કૌભાંડથી સંબંધિત એક કેસમાં પહેલાં જ જામીન મળી ગયા હતા. રાજદ સુપ્રીમોને ઝારખંડમાં સ્થિત દેવઘર કમકા અને ચાઈબાસાના બે ખજાનામાંથી છેતરપિંડી કરીને નાણા કાઢવાના અપરાધમાં દોષી ગણાવ્યા છે. આ સમયે તેમની ઉપર ફરી ખજાનામાંથી પૈસા કાઢવા સંબંધી મામલામાં કેસ ચાલી રહ્યો છે.