(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૮
બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને રાષ્ટ્રીય જનતા દળના પ્રમુખ લાલુપ્રસાદ યાદવ અનુસાર કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી દ્વારા પાર્ટી અધ્યક્ષ પદેથી હટવું તેમની પાર્ટી માટે આત્મઘાતી સાબિત તો થશે જ સાથે એવા તમામ રાજકીય તથા સામાજિક શક્તિઓ માટે પણ ઘાતક સાબિત થશે જેઓ સંઘ પરિવાર સામે લડી રહ્યા છે. લાલુની આત્મકથા ‘ગોપાલગંજ ટુ રાયસીના માય પોલિટિકલ જર્ની’ અનુસાર લાલુએ કહ્યું છે કે, રાહુલ ગાંધીનું કોંગ્રેસના અધ્યક્ષ પદેથી રાજીનામું આપવું ભાજપના જાળમાં ફસાવવા જેવું હશે કેમ કે નહેરૂ-ગાંધી પરિવાર સિવાય કોઇપણ કોંગ્રેસ અધ્યક્ષ બનશે તો તેજ પળથી નરેન્દ્ર મોદી અમિત શાહની બ્રિગેડ તેને કઠપુતળી ગણાવશે જેનો રિમોટ કંટ્રોલ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીના હાથમાં હોવાનું દર્શાવાશે. બિહારના પૂર્વ મુખ્યમંત્રી અનુસાર ભાજપ આ વાતનો પ્રચાર આગામી લોકસભા ચૂંટણી સુધી કરતો રહેશે. તેથી રાહુલ ગાંધીએ પોતાના વિરોધીઓને આવી તક આપવી જોઇએ નહીં.