પટણા,તા.૧૧
રાષ્ટ્રીય જનતા દળ (રાજદ) સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવના જન્મ દિવસ પ્રસંગ પર તેમનો પરિવાર એકસાથે જોવા મળ્યો હતો. મીડિયાની સામે આવી લાલુના પરિવારે એ વાતનો રદિયો આપ્યો હતો કે તેજપ્રતાપ અને તેજસ્વીની વચ્ચે કોઇ પણ રીતના મતભેદ નથી.ગત દિવસોમાં લાલુના પુત્રો તેજપ્રતાપ યાદવ અને તેજસ્વી યાદવ વચ્ચે તકરાર અને અનબનની વાત સામે આવી હતી.સોમવારે રાબડીદેવી બંન્ને પુત્રોને સાથે લઇ આવ્યા.રામચંદ્ર પૂર્વે જેવા રાજદના વરિષ્ઠ નેતાઓની હાજરીમાં લાલુના જન્મ દિવસની કેક કાપી આ સંદેશ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો કે પરિવારથી લઇ પાર્ટી સુધી બધુ એક છે. લાલુ પ્રસાદ યાદવના ૭૧માં જન્મ દિવસ પ્રસંગ પર તેમના મોટા પુત્ર તેજપ્રતાપ પોતાના ભાઇ અને બિહારના પૂર્વ નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવની સાથે એક મંચ પર જોવા મળ્યા હતાં.માતા રાબડી દેવી અને રાજદના નેતાઓની સાથે બંન્નેએ જન્મ દિવસ મનાવ્યો અને કેક કાપી હતી. એક બીજાને કેક ખવડાવી બંન્નેએ એ વાતને ફગાવી દીધી કે તેમનામાં મતભેદ છે. ૭૧ પાઉન્ડની કેક કાર્યા બાદ પરિવારે મીડિયા સાથે વાત કરી હતી.તેજસ્વીએ કહ્યું કે અમે તેમને જન્મ દિવસના અભિનંદન આપ્યા અને સારા આરોગ્યની કામના કરી.અમે ન્યાયપાલિકા પર વિશ્વાસ છે તેમનું આરોગ્ય ઠીક નથી આગામી દિવસોમાં તેમને એક મેજર ઓપરેશન થનાર છે અને અમે તેને લઇ ચિંતિત છીએ. તેજપ્રતાપને લઇ તેમણે કહ્યું કે અમે બંન્ને એક સાથે છીએ અને હંમેશા રહીશુ, અમારા વિરોધી કારણ વિના આવી વાતો ફેલાવી રહ્યાં છે કે અમારી વચ્ચે તિરાડ છે જયારે આમ કાંઇ નથી ઉપેન્દ્રસિંહ કુશવાહાની બાબતને લઇ તેમણે કહ્યું કે કુશવાહા જ નિર્ણય લેશે કે તેમને કોઇની સાથે જવાનું છે. જયારે તેજપ્રતાપે કહ્યું કે આરજેડીમાં બધુ બરોબર છે.ગડબડ તો ભાજપમાં છે.ભાજપના અનેક મોટા નેતા અમારા સંપર્કમાં છે.રાબડીએ કહ્યું કે રાજદ હંમેશા એક રહી છે અને પરિવારમાં પણ અને પાર્ટીમાં પણ કોઇ મતભેદ થઇ શકે નહીં