(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૧
શહેરના કાપોદ્રા વિસ્તારમાં ભાડાની દુકાનમાં મેડિકલ સ્ટોર્સના લાયસન્સ માટે ફૂડ એન્ડ ડ્રગની કચેરી સુરતના ડ્રગ્સ ઈન્સ્પેક્ટર દ્વારા ૨૫ હજારની લાંચ માંગવામાં આવી હતી. રકઝકના અંતે રૂ. ૧૮૦૦૦ નક્કી કરાયા હતા. લાંચ સ્વીકારતા ડ્રગ્સ ઈન્સ્પેક્ટર સહિત બે એસીબીની ટ્રેપમાં આબાદ ઝડપાઈ ગયા હતા.
સુરત એસીબી (અન્ટીકરપ્શન) સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ એક જાગૃત નાગીરક દ્વારા એસીબીમાં ફરિયાદ કરી હતી કે મેડિકલ સ્ટોર્સના લાયસન્સ માટે ક્રૂડ એન્ડ ડ્રગ્સ વિભાગનો કલાસ ટુ અધિકારી દ્વારા ૨૫૦૦૦ હજારની રકમ લાંચ પેટે માંગી હતી. લાયસન્સ માટે જરૂરી દસ્તાવેજા પુરાવાઓ લઈને બીનજરૂરી બીજી હેરાનગતિ ન કરવા માટે ડ્રગ્સ ઈન્સ્પેક્ટર નવનીતભાઈ માધવજીભાઈ માલાપણીએ માંગેલી લાંચની રકમ અંગે ફરિયાદી દ્વારા રકઝક અને આનાકાણી કરતા છેલ્લો ૧૮૦૦૦ રૂપિયા લેવાની તૈયારી દર્શાવી હતી. કાપોદ્રા કિરણ ચોક પાસે આવેલ ખોડલ પાન એન્ડ સોડા શોપ પાસે લાંચની રકમ લેવાનું નક્કી થતા આ અંગે એસીબીએ ટ્રેપ ગોઠવી હતી. રાત્રે કેવીન હિંમત માંગરોળિયા ઉ.વ. ૨૬ પૂર્વી સોસાયટી, હીરાબાગ વરાછા અને નવનીત માધવજી માલાણી ફૂડ ઈન્સ્પેક્ટરને ૧૮૦૦૦ની લાંચ સ્વીકારતા એસીબીની ટીમે આબાદ ઝડપી સફળ ટ્રેપ ગોઠવી હતી.