(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૨
સુરત જિલ્લાના કામરેજ તાલુકાની પંચાયત કચેરીના સર્કલ ઓફિસર સહિત બેને એસીબી પોલીસે રૂા.૧.૪૦ લાખની લાંચ લેતા રંગેહાથો ઝડપી પાડયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર સુરત જિલ્લાના કામરેજ તાલુકા પંચાયત કચેરી ખાતે સર્કલ ઇન્સપેક્ટર કનૈયાલાલ શાંતિલાલ પટેલ અને જુનીયર કલાર્ક અતુલકુમાર ધીરજલાલ લિંબાસીયા સરકારી બાબુઓએ તાલુકા પંચાયતની કચેરીમાં કામ અર્થે આવતા અરજદારો પાસેથી આવતી અરજીઓની અંગેની કામગીરી કરવા માટે ગેરકાયદેસર રીતે લાંચની રકમની માંગણી કરવામાં આવતી હોવાની જાણ સુરત એ.સી.બી. પી.આઇ. સી.કે.પટેલને થતાં સુપર વિઝન અધિકારી પી.એમ.પરમાર સહિતના સ્ટાફે વોચ ગોઠવી લાંચની માંગણીની રકમ રૂા.૧.૪૦ લાખ સ્વીકારતા અતુલ લિંબાસીયા અને કનૈયાલાલ શાંતિલાલ પટેલને ઝડપી પાડયો હતો.જેને પગલે કલેક્ટર કાર્યાલય હસ્તકની કચેરીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.