સુરત તા.૨૯
આજે બપોરે બાર વાગ્યાના સુમારે કોશાડની ટાંકી ફળિયામાં તળાવ આવેલું છે. આ તળાવમાં એક અજાણ્યા યુવકની લાશ નજરે પડતાં સ્થાનિક ગ્રામજનોનું ટોળું ભેગું થિ ગયું હતું.આ બનાવ અંગે ફાયર બ્રિગેડને જાણ કરાતા ફાયર બ્રિગેડના લશ્કરો ઘટના સ્થળે પહોંચી જઇને લાશને બહાર કાઢીને લાશનો કબ્જો અમરોલી પોલીસને સોંપતા અમરોલી પોલીસે યુવકની લાશનો કબ્જો લઇને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં પહોંચાડવાની તજવીજ હાથ ધરી છે. વધુમાં આ યુવક સ્થાનિક વિસ્તારનો હોવાનું તેમજ યુવકની હત્યા કે આત્મહત્યા જે તે બાબતની પણ ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી રહી છે.