મોરબી, તા.રપ
મોરબીના પાનેલી ગામે બાળકનું અપહરણ કરી તેના માસાએ ગળુ દબાવી કુર હત્યા કરી લાશને સળગાવી નાખતા અરેરાટી વ્યાપી જવા પામી છે.
મોરબીના પાનેલી ગામે રહેતા અશોકભાઇ સતવારાએ તેનો પુત્ર હિતેષ (ઉ.વ.૧૧) કે જે અભ્યાસ કરે છે તે વજેપર શેરી નં.૧૧ નજીક નાસતો કરવા ગયા બાદ પરત ન ફરતા ગૂમ થયાની મોરબી એ.ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી જેના આધારે શકદાર તરીકે તેના સાઢુભાઇ હાર્દિક ચાવડાનું નામ આપ્યું હતુ ફરિયાદમાં જણાવ્યા મુજબ શકદાર હાર્દિક ચાવડાની પત્ની સોનલ સાથે ફરિયાદીને આડો સંબંધ હોય જેના કારણે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખી અપહરણ કર્યાનું જણાવ્યું હતું. પાનેલીના હિતેષ સતવારાનું અપહરણ થયાની ઘટનાને પગલે મોરબીએ ડિવિઝનના પી.આઇ.આર.જે.ચૌધરીએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો આ પ્રકરણની તપાસમાં મોરબી એલસીબીના પીઆઇ વી.બી.જાડેજાની ટીમ પણ જોડાઇ હતી દરમિયાન મોરબીએ ડિવિઝનના પીઆઇ આર.જે.ચૌધરી તથા સ્ટાફે શકદાર હાર્દિક ચાવડાને ઉઠાવી લઇ આગવી ઢબે પૂછપરછ કરતા તેણે માસુમ બાળક હિતેષ સતવારાને પ્રથમ ગળુ દબાવી મોત નિપજાવી સળગાવી દઇ મોતને ઘાટ ઉતારી દીધાની કેફીયત આપતા પોલીસ ચોંકી ઉઠી હતી પોલીસ પૂછતાછમાં આરોપી હાર્દિક ચાવડાએ એવું જણાવ્યું હતું કે તેના સાઢુભાઇના પુત્ર હિતેષનું અપહરણ કર્યા બાદ મોરબી નજીક ધુનડાથી સજનપર રોડ પર લઇ જઇ કેરોસીન છાંટી સળગાવી દઇ મોતને ઘાટ ઉતારી નાસી છૂટયો હતો. આરોપી હાર્દિક ચાવડાની આ કેફીયતના પગલે પોલીસ કાફલો મોરબી નજીક જ્યાં માસુમ બાળક હિતેષને સળગાવી દેવાયો હતો અને ત્યાંથી હિતેષની સળગાવી દેવાયેલ હાલતમાં લાશ મળી આવતા તેને પીએમ માટે મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડી હતી.
આડાસબંધને મામલે બે સાઢુભાઇ વચ્ચે ડખ્ખો થયા બાદ માસુમ બાળકનું અપહરણ કરી સળગાવી દેવાયાની ઘટનાએ મોરબી પંથકમાં ખળભળાટ ગમચાવી દીધો છે. હાલ મોરબી એ.ડિવિઝન પોલીસે માસુમ હિતેષને મોતને ઘાટ ઉતારનાર તેના માસા હાર્દિક ચાવડાની ધરપકડ કરી વિશેષ પૂછતાછ હાથ ધરી હત્યામાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે અંગે વધુ તપાસ હાથ ધરાઈ છે.