(એજન્સી) નવી દિલ્હી, તા.૧૦
સિક્કીમ સેક્ટરમાં ડોકલામ વિવાદની વચ્ચે ભારતીય લશ્કરે સુકના સ્થિત ૩૩ ટૂકડીને ભારત-ચીન સરહદે તૈનાન કરવાની તજવીજ હાથ ધરી છે. ૨૦ થી ૨૫ દિવસ પહેલા સુકના ખાતેથી લશ્કરની એક ટૂકડી ભારત-ચીન સરહદે રવાના થઈ હતી અને ઓપી એરિયામાં પોઝીશન લઈ લીધી હતી. પશ્ચિમ બંગાળના સિલગુડી નજીકના સુકના લશ્કરી વડામથકેથી આ ટૂકડીને રવાના કરવામાં આવી હતી. આ પહેલા ચીની વિદેશ મઁત્રાલયે એવો દાવો કર્યો કે હજુ પણ અમારી સરહદમાં ભારતના ૫૩ લોકો અને એક બુલડોઝર હાજર છે. મંત્રાલયે તેના બયાનમાં કહ્યું કે ભારતે તેના સૈનિકો અને બુલડોઝરને પરત બોલાવું લેવું જોઈએ. ભારતે ચીનની એકતા અને અખંડિતતા પર ઉલ્લંઘન કર્યું છે. મંત્રાલયે કહ્યું કે ભારતે પોતાના જવાનો અને ઉપકરણોને પાછા બોલાવી લેવા જોઈએ. કેટલાક ભારતીય જવાનોએ ઘુસણખોરી કરી છે તેનું કોઈ મહત્વ નથી. તેમણે ગંભીર રીતે ચીનની અખંડિતતાનો ભંગ કર્યો છે. ચીની વિદ્વાનોએ એવું જણાવ્યું છે કે ડોકલામ મુદ્દે ચીન કોઈ પણ બાંધછોડ કરવા તૈયાર નથી. સિક્કમના ડોકલામ વિસ્તારના મુદ્દે ભારત અને ચીન વચ્ચે છેલ્લા પચાસ દિવસથી યુદ્ધ જેવી સ્થિતિ પેદા થયેલી છે. ચીને એવો દાવો કર્યો કે ભારત અમને રોડનું બાંધકામ કરતાં અટકાવી રહ્યું છે. ચીની લશ્કરના ટોચના નિષ્ણાંત અને સાઉથ એશિયાના વિદ્વાનોએ એવી ચેતવણી આપી કે ડોકલામ વિવાદે ચીન કોઈ પણ બાંધછોડ કરવા તૈયાર નથી.ગત અઠવાડિયે પણ ચીને કહ્યું હતું કે ૪૮ ભારતીય જવાનો અમારા વિસ્તારમાં છે. ચીન દબાણ કરી રહ્યું છે ભારત તેના જવાનોને ડોકલામમાંથી હટાવે. છેલ્લા બે મહિનાથી બન્ને દેશો વચ્ચે કોકડૂં ગૂંચવાયેલું છે. આ દરમિયાન ભારતની મોટી રાજદ્વારી જીત : ચીની સૈનિકો ડોેકલામમાંથી ૧૦૦ મીટર પીછહેઠ કરવા તૈયાર તો ભારતે ચીનને ૨૫૦ મીટર ખસવાનો આગ્રહ કર્યો છે. ભારતને જાહેરમાં ધમકી આપ્યા બાદ ચીન હવે પીછહેઠ કરવા માટે તૈયાર થયું છે. ચીનની પીપલ્સ લિબરેશન આર્મી વિવાદીત વિસ્તારમાંથી ૧૦૦ મીટરની પીછહેઠ કરવા તૈયાર હોવાનું સૂત્રોએ જણાવ્યુ હતું. બીજી બાજુ ચીની મીડિયા લગાતાર ભારતને યુદ્ધન ધમકી આપી રહ્યું છે. ચીને અખબારે તો ત્યાં સુધી કહી નાખ્યું કે ભારતની સાથે લશ્કરી સંઘર્ષની ઉલટી ગણતરી શરૂ થઈ ચૂકી છે.
લશ્કરે સુકના સ્થિત ૩૩ ટુકડીને ભારત-ચીન સરહદે તૈનાત કરવાની તજવીજ હાથ ધરી

Recent Comments