ગુવાહાટી,તા.૧
ભારત અને શ્રીલંકા વચ્ચે ૫ જાન્યુઆરીથી ત્રણ મેચોની ટી-૨૦ સિરીઝ શરૂ થવાની છે. આ સિરીઝ માટે શ્રીલંકા ક્રિકેટ બોર્ડે પોતાની ટીમની જાહેરાત કરી દીધી છે, જેની કમાન ફરી એકવાર લસિથ મલિંગાના હાથમાં છે. આ ૧૫ સભ્યોની ટીમમાં એક એવા ખેલાડીની પણ વાપસી થઈ છે, જેણે છેલ્લા દોઢ વર્ષમાં એકપણ ટી૨૦ આંતરરાષ્ટ્રીય મેચ રમી નથી.
શ્રીલંકા ક્રિકેટ બોર્ડે એન્જેલો મેથ્યુઝને આ ટીમમાં જગ્યા આપી છે, જેણે અંતિમ ટી૨૦ આંતરરાષ્ટ્રીય મેચ ઓગસ્ટ, ૨૦૧૮માં રમી હતી. વર્ષ ૨૦૨૦માં બંન્ને ટીમોની આ પ્રથમ આંતરરાષ્ટ્રીય સિરીઝ હશે.
ભારત અને શ્રીલંકા વચ્ચે ૫ જાન્યુઆરીથી ૧૦ સુધી આ ૩ મેચોની ટી૨૦ સિરીઝ રમાશે. સિરીઝની પ્રથમ મેચ ૫ જાન્યુઆરીએ ગુવાહાટીમાં, બીજી મેચ ૭ જાન્યુઆરીએ ઈન્દોરમાં રમાશે. તો અંતિમ મેચ પુણેમાં ૧૦ જાન્યુઆરીએ રમાશે.
ભારતના પ્રવાસ માટે શ્રીલંકાની ટીમ :લસિથ મલિંગા (કેપ્ટન), કુસલ પરેરા, દનુશકા ગુણાતિલકા, અવિષ્કા ફર્નાન્ડો, ભાનુકા રાજપક્ષે, ઓશાના ફર્નાન્ડો, દસુન શનાકા, એન્જેલો મેથ્યુઝ, નિરોશન ડિકવેલા, કુસલ મેન્ડિસ, વનિંડુ હસરંગા, લક્ષણ સંદાકન, ધનંજય ડિસિલ્વા, લાહિરુ કુમારા અને ઇસારુ ઉડાના.
ભારતના પ્રવાસ માટે શ્રીલંકાની ટીમ જાહેર, મલિંગા કેપ્ટન

Recent Comments